ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર.
આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC)ના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.
તેમને દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બનાવવામાં આવે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ આ દરમિયાન તેમને COSCનું પદ સોંપવામાં આવ્યું છે.
ત્રણેય સેનાના વડાઓની બનેલી સમિતિના અધ્યક્ષનું આ પદ દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના 8 ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન બાદ એ ખાલી પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે COSCએ ત્રણેય સેનાના વડાઓની બનેલી સમિતિ છે, જે ઓપરેશન અને અન્ય મુદ્દાઓને લઈને ત્રણેય સેના વચ્ચે તાલમેલ જાળવવાનું કામ કરે છે.
