ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
8 જુલાઈ 2020
નેપાળના વડાપ્રધાન ઓલી પર ચીનના ઈશારે ભારત સાથે સદીઓ જૂના સંબંધો બગાડવાનો આરોપ નેપાળના નાગરિકો લગાવી રહ્યા છે.. બીજી બાજુ રાજકીય પક્ષો પણ ઓલીનું પ્રધાનમંત્રી પદેથી રાજીનામું માંગી રહ્યા છે.. આમ બંને બાજુથી દબાણ વધવાની અસર રૂપે પોતાની ખુરશી બચાવવા ઓલીએ ભારતના ઉત્તરાખંડ સરહદ નજીક બનાવેલી બે પોસ્ટ હટાવી લીધી છે.. નોંધનીય છે કે ગયા મહિને ઓલી ના આદેશ બાદ ઉત્તરાખંડ ભારત- નેપાળને જોડતી બોર્ડર પર નેપાળે અચાનક પોતાના સૈન્ય માટે આઉટ પોસ્ટ ઊભી કરી દીધી હતી. જેનો ભારત જોરદાર વિરોધ કરતું આવ્યું છે. પરંતુ આમ ભારત સાથે તકરાર વચ્ચે નેપાળના પ્રધાન દ્વારા આ પ્રકારની કાર્યવાહી થવી ઘણા ઈશારાઓ કરી જાય છે..
હકીકતમાં ભારતે લિપુલેખ થી ધારચુલાને જોડતી મહત્વપૂર્ણ સડક નું ઉદઘાટન કર્યું છે.. જે રાજકીય રણનીતિ તરીકે સરહદ પર ખૂબ મહત્વની છે., ત્યારથી ઓલી સરકારે દાવો કર્યો છે કે કાલાપાની, લિપુલેખ અને લિપિયાધુરા નેપાળ નો વિસ્તાર છે. જેને લઇ નેપાળની સંસદમાં નવો નકશો પણ મંજૂર કરાવી લેવાયો છે. આ વિસ્તારના એક ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ ભારત નેપાળ ના રાજદ્વારી તેમજ અધિકારીક લેવલે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે અને જલ્દીથી જ નેપાળ બીજી ત્રણ ચોકીઓ પણ સીમા પર થી હટાવી લેશે એવી આશા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com