Site icon

ભારતમાં ત્રીજી લહેરના ભણકારા, દેશમાં ઓમિક્રોનના કેસ માત્ર 5 દિવસમાં આટલા ગણા વધ્યા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

વિશ્વના ઘણા દેશોમાં ત્રીજાે ડોઝ અથવા બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે અને હવે ઓમિક્રોનનું જાેખમ વધ્યા બાદ ભારતમાં પણ બૂસ્ટર ડોઝ અંગે ચર્ચા ચાલી રહી છે. સરકાર બૂસ્ટર ડોઝ વિશે નિષ્ણાતો સાથે સતત વાત કરી રહી છે. દરમિયાન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને બૂસ્ટર ડોઝ આપવો જાેઈએ જેથી ત્રીજા લહેરના ખતરાનો સામનો કરી શકાય.કોરોના વાયરસનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ હવે ડરાવવાનું શરૂ કરી રહ્યું છે. ઓમિક્રોનનો (ર્દ્બૈષ્ઠિર્હ ષ્ઠટ્ઠજીજ ૈહ ૈહઙ્ઘૈટ્ઠ) પહેલો કેસ ૨ ડિસેમ્બરે દેશમાં આવ્યો હતો અને હવે ભારતમાં ૨૩ કેસ છે. એટલે કે ૫ દિવસમાં ૧૦ ગણો વધારો થયો છે જે ચિંતાનો વિષય છે. માત્ર ૫ દિવસમાં દક્ષિણ આફ્રિકાથી ઓમિક્રોન ૫ રાજ્યોમાં પગપેસારો કરી ચુક્યો છે. મહારાષ્ટ્રમાં ૧૦, રાજસ્થાનમાં ૯, કર્ણાટકમાં ૨, દિલ્હી અને ગુજરાતમાં ૧-૧ દર્દી મળી આવ્યા છે. દેશમાં ઓમિક્રોનના પ્રથમ બે કેસ કર્ણાટકમાં નોંધાયા હતા. ત્યાર બાદ તે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાન સુધી પહોંચ્યા હતા. રાજસ્થાનના જયપુરમાં ૯ કેસ સામે આવ્યા છે. આ તમામ એક જ પરિવારના સભ્યો છે. પરિવારના ચાર સભ્યો દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા હતા અને તેમાંથી ઓમિક્રોન બાકીના ૫ લોકોમાં ફેલાઈ ગયો હતો. પરંતુ ચિંતાની વાત એ છે કે આ પરિવાર ૨૮ નવેમ્બરે જયપુરમાં એક લગ્ન સમારોહમાં સામેલ થયો હતો. હવે વહીવટીતંત્ર કોન્ટેક્ટ ટ્રેસિંગ દ્વારા બાકીના લોકોની માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી તેને ફેલાતો અટકાવી શકાય. રાજસ્થાન ઉપરાંત ઓમિક્રોને મહારાષ્ટ્રમાં દેખા દીધી છે. અહીં અત્યાર સુધીમાં ૧૦ લોકો આ સંક્રમિત જાેવા મળ્યા છે. તમામ લોકો દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો પહેલો કેસ ૪ ડિસેમ્બરે આવ્યો હતો. અહીં ડોમ્બિલીમાં ૧, પિંપરી ચિંચવાડમાં ૨, પુણેમાં ૧ અને મુંબઈમાં ૨ કેસ મળી આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે સોમવારે જ્હોનિસબર્ગથી મુંબઈ પરત ફરેલા બે લોકોમાં ઓમિક્રોન મળી આવ્યું છે. સંક્રમિત લોકોને રસીના બંને ડોઝ લીધી છે. ઓમિક્રોને ભારતમાં ત્રીજા લહેરનું જાેખમ પણ વધાર્યું છે. ૈંૈં્‌ સાયન્ટિસ્ટ મનિન્દ્ર અગ્રવાલે અનુમાન લગાવ્યું છે કે ઓમિક્રોનના કારણે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. ફેબ્રુઆરીમાં તે પીક પર હોઈ શકે છે અને તે સમયે દરરોજ ૧ થી ૧.૫ લાખ કેસ આવી શકે છે. જાે કે, તેમણે એમ પણ કહ્યું કે તે બીજી લહેર કરતા ઓછું જાેખમી હશે. ત્રીજા લહેરનું જાેખમ એટલે વધે છે કારણ કે છેલ્લા એક અઠવાડિયામાં દક્ષિણ આફ્રિકામાં કોરોનાના કેસ ૪૦૮ ટકાના દરે વધ્યા છે. યુકેમાં, ઓમિક્રોન વેરિઅન્ટના કેસમાં એક દિવસમાં ૫૩ ટકાનો વધારો થયો છે. યુકેમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટમાંથી અત્યાર સુધીમાં ૨૪૬ કેસ સામે આવ્યા છે. એ પણ ચિંતાનો વિષય છે કે રસીના બંને ડોઝ લેવા છતાં લોકોને ઓમિક્રોનથી સંક્રમણ થઇ રહ્યુ છે. ભારતમાં એક બીજું પાસું છે જે ત્રીજી લહેર તરફ દોરી જશે અને તે છે લોકોની બેદરકારી. બજારોમાં ભીડ અને લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વિના આરામથી ફરતા જાેઈને કહી શકાય કે ત્રીજી લહેર દેશમાં ખૂબ જ ઝડપી ગતિએ આવી શકે છે. દિલ્હીમાં ઓમિક્રોન આવી ગયું છે પરંતુ અહીંના લોકો બજારોમાં છૂટથી ફરે છે. લોકો ન તો માસ્ક પહેરે છે અને ન તો બે ગજનું અંતર જાળવી રાખે છે.

 સાવધાન,  કોરોનાના નવા વેરિયન્ટનો પગપસારો, વિશ્વના આટલા દેશોમાં ડબલ ઝડપે ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન 

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version