ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 21 ડિસેમ્બર 2021
મંગળવાર.
દક્ષિણ ભારતમાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રૉનના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર દેશમાં હવે ઓમિક્રોનના 200 કેસ નોંધાઈ ગયા છે.
દેશમાં 12 રાજ્યોમાં ઓમિક્રૉન પહોંચી ચૂક્યો છે.
સૌથી વધુ કેસ જો કે દિલ્હી અને મહારાષ્ટ્રમાં છે. આ રાજ્યોમાં 54-54 કેસ સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે ખૂબ ચિંતા ફેલાઈ રહી છે. યુરોપના અનેક દેશોમાં ફરીથી કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તથા WHO પણ આ મુદ્દે ખૂબ ગંભીર છે.