ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ દેશના 6 એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનું પ્રી બુકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર, સૌથી જોખમી દેશોમાંથી આવતા મુસાફરો માટે આ નિયમ લાગુ કરાયો છે.
એર ફેસિલિટી પોર્ટલમાં સુધારો કરીને હાઈ રિસ્ક દેશોમાંથી આવતા અથવા ત્યાં 14 દિવસ રોકાયેલા લોકોએ RT-PCR ટેસ્ટનું પ્રી બુકિંગ કરાવવાનું રહેશે.
આ નવો નિયમ દેશના છ એરપોર્ટ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે.
આધાર કાર્ડ સાથે મતદાર કાર્ડને જોડવાનુ બિલ લોકસભામાં પાસ, ગૃહ આવતીકાલ સુધી સ્થગિત; વિપક્ષે કરી આ માંગ
