Site icon

ગુજરાત સરકારને ‘સુપ્રીમ’ ફટકાર.. કોરોનાને લઈ સ્થિતિ બેકાબૂ બની છે.. બે દિવસમાં કોર્ટે રૂપાણી સરકાર પાસે માંગ્યો જવાબ.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 નવેમ્બર 2020 
સુપ્રીમ કોર્ટે આજે (સોમવારે) કેન્દ્ર સરકારની સાથે જ દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને આસામની રાજ્ય સરકારોને દેશમાં કોરોના ચેપના વધતા જતા કેસો અંગે જવાબ દાખલ કરવા જણાવ્યું છે કે, રોગચાળાને રોકવા માટે તેઓ શું પગલા લઈ રહ્યા છે.?  સુપ્રીમ કોર્ટે દિલ્હી અને ગુજરાત જેવા સ્થળોએ ચેપના વધતા જતા કેસો અંગે સ્વયં ચિંતા વ્યક્ત કરી કહ્યું કે ગુજરાતમાં પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે.


જસ્ટીસ અશોક ભૂષણએ કહ્યું કે દિલ્હીની અને ગુજરાતની  સ્થિતિ વધુ કફોડી બની છે. આથી બે દિવસની અંદર રાજ્ય સરકાર, ઝડપથી વિકસી રહેલા કોવિડ કેસ, દર્દીઓ માટેની સુવિધાઓ અને અન્ય વ્યવસ્થાપન અંગે સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરે.
કોર્ટે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, જો ગુજરાત જેવા મોટા રાજ્યો સારી તૈયારી ન કરે તો ઠંડીને કારણે ડિસેમ્બરમાં સ્થિતિ વધુ બગડી શકે છે. SC એ ગુજરાત સરકારને ઠપકો આપ્યો હતો કે રોગચાળાના વધતા જતા કેસો હોવા છતાં, બેકાબૂ વિધિઓ, લગ્ન અને કાર્યક્રમો મોટા પાયે કેમ યોજાઈ રહયાં છે.?  હવે આ અંગેની આગામી સુનાવણી શુક્રવારે 27 નવેમ્બરના રોજ થશે..
સુપ્રીમ કોર્ટે "કેન્દ્ર સરકાર"ને પણ નોટિસ આપી છે કે મીડિયા અહેવાલો અનુસાર, દિલ્હીની સરકારી હોસ્પિટલમાં લોબી અને વેઇટિંગ વિસ્તારમાં મૃતદેહો પડેલા હોય છે. જયારે વોર્ડની અંદર, મોટાભાગના પલંગ ખાલી હતા, જેમાં ઓક્સિજન, અન્ય સુવિધા નથી હોતી. મોટી સંખ્યામાં પથારી ખાલી છે, જ્યારે દર્દીઓ ભટકતા હોય છે. આમ ગુજરાતની રૂપાણી સરકાર ની સાથે જ કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ ફાટકારનો જવાબ બે દિવસમાં આપવાનો રહેશે.

Join Our WhatsApp Community
Kapil Sharma Cafe: કેનેડામાં કપિલ શર્માના ‘Kaps Cafe’ પર ફાયરિંગ કરનાર ગેંગસ્ટર ભારત આવતા જ ઝડપાયો.
Eknath Shinde: મહારાષ્ટ્રની ખુરશી: એકનાથ શિંદે ફરી CM બનશે? ફડણવીસ સરકારના આ મંત્રીએ મોટું નિવેદન આપી ચકચાર જગાવી
PM મોદી આજે શ્રી રામની ૭૭ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવા ગોવા પહોંચશે, જાણો કાર્યક્રમની વિગતો.
Red Fort Blast: આતંકનું ષડયંત્ર: લાલ કિલ્લા કરતાં પણ મોટા હુમલાનો પ્લાન! મુઝમ્મિલના કબૂલાતનામાથી ગુપ્તચર એજન્સીઓમાં ખળભળાટ.
Exit mobile version