ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,25 જાન્યુઆરી 2022
મંગળવાર.
રિપબ્લિક ડેના દિવસે વીરતા પુરસ્કાર મેળવનારા જાંબાઝોના નામની જાહેરાત થઈ છે.
આ વખતે 939 પોલીસ કર્મીઓને તેમની બહાદુરી બદલ ગેલેન્ટ્રી એવોર્ડ મળવા જઈ રહ્યા છે. જેમાં 189નેઆ મેડલથી સન્માનિત કરાશે.
વિશિષ્ટ સેવા માટે 88 જાંબાઝને રાષ્ટ્રપતિનો પોલીસ મેડલ મળશે.જ્યારે 662ને મેરિટોરિયસ સર્વિસ માટે પોલીસ મેડલ અપાશે.
પોલીસ મેડલ મેળવનારા 189 પૈકી 134 પોલીસ કર્મીઓ જમ્મુ અને કાશ્મીરના છે.
મેડલ મેળનારાઓમાં ગુજરાતના 17 પોલીસ જવાનો અને અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમને મેરિટોરિયસ સર્વિસ માટે મેડલ મળવાનો છે.