Site icon

PM મોદીએ શેખ હસીના સાથે કરી બેઠક- ભારત-બાંગ્લાદેશ વચ્ચે થયા મહત્વના કરાર- બન્ને દેશ આ નદીનું પાણી સહિયારા વાપરશે

News Continuous Bureau | Mumbai

ભારત(India)ના પાડોશી દેશ બાંગ્લાદેશ(Bangladesh)ના પીએમ શેખ હસીના (PM Sheikh Hasina) ભારતની મુલાકાતે આવ્યાં છે. આજે મંગળવારે બપોરે તેમને પાટનગર દિલ્હી(Delhi)ના હૈદરાબાદ હાઉસ(Hyderabad House)માં પીએમ મોદી (PM Modi) સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ બંને દેશોએ સાત મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 

Join Our WhatsApp Community

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઉર્જા, વોટર રિસોર્સ, વેપાર, ઈન્વેસ્ટમેન્ટ, બોર્ડર મેનેજમેન્ટ એન્ડ સિક્યુરિટી, ડેવલપમેન્ટ પાર્ટનરશીપ અને રિજિયોનલ એન્ડ મલ્ટીલેટરલ મેટર્સ જેવા સાત કરાર સામેલ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને બંને દેશો વચ્ચે થયેલા આ કરારની માહિતી આપી હતી.  

આ સમાચાર પણ વાંચો : ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી પારસી હોવા છતાં અંતિમ સંસ્કાર હિન્દૂ રીતિ રિવાજ મુજબ થયા- આ છે કારણ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુશિયારા નદી(Kushiara River)ના જળ વહેંચણીનો પણ કરાર થયો છે. પીએમ મોદીએ કહ્યું કે આ કરારને કારણે સાઉથ આસામ(Sourth Assam) અને બાંગ્લાદેશના સિયલહેટ પ્રાંતને લાભ મળશે. શેખ હસીના સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ આઈટી, સ્પેસ અને ન્યુક્લિયર સેક્ટરમાં ભાગીદારી વધારશે. 

WesternRailway: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–પટના અને રાજકોટ–બરૌની વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
Indian Air Force: ભારતને ક્યારે મળશે 180 LCA લડાકૂ વિમાન? HAL CMDએ કર્યો ખુલાસો.
PM Modi: PM મોદીની બિહારની મહિલાઓને ભેટ, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના ની કરી શરૂઆત, જાણો તેનાથી શું થશે લાભ
Indian Air Force: અલવિદા મિગ-21: ક્યારેક બન્યું ‘ગેમચેન્જર’ તો ક્યારેક ‘ઉડતું કફન’ તરીકે થયું બદનામ… જાણો લડાકૂ વિમાનની સફરની સંપૂર્ણ કહાની.
Exit mobile version