Site icon

ECI : ચૂંટણી પંચનાં આમંત્રણ પર 23 દેશોનાં ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓનાં 75 આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ વિશ્વની સૌથી મોટી ચૂંટણીને જોવા માટે પહોંચ્યા

ECI : ચૂંટણીની અખંડિતતા અને પારદર્શિતાના પ્રતીક રુપે, ભારતીય ચૂંટણી પંચ સર્વોચ્ચ ધોરણોની સામાન્ય ચૂંટણીઓ યોજવાની તેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડે છે

On the invitation of the ECI , 75 international visitors from election management organizations of 23 countries arrived to witness the world's biggest election

On the invitation of the ECI , 75 international visitors from election management organizations of 23 countries arrived to witness the world's biggest election

News Continuous Bureau | Mumbai

ECI : ચૂંટણીની અખંડિતતા અને પારદર્શિતાના પ્રતીક રુપે, ભારતીય ચૂંટણી પંચ ( Election Commission of India ) સર્વોચ્ચ ધોરણોની સામાન્ય ચૂંટણીઓ યોજવાની તેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડે છે, જે વૈશ્વિક ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ (ઇએમબી) માટે લોકતાંત્રિક ઉત્કૃષ્ટતાના પ્રત્યક્ષ સાક્ષી બનવા માટે એક સુવર્ણ સેતુ પૂરો પાડે છે. ભારતીય ચૂંટણી પંચે હાલમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024 ( Lok Sabha Elections ) દરમિયાન ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ (આઈઈવીપી) નું આયોજન કરીને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું છે.

Join Our WhatsApp Community

ભાગીદારીના સ્કેલ અને તીવ્રતાની દ્રષ્ટિએ આ ઇવેન્ટ પ્રથમ હશે. ભૂતાન, મોંગોલિયા, ઓસ્ટ્રેલિયા, મડાગાસ્કર, ફિજી, કિર્ગિઝ રિપબ્લિક, રશિયા, મોલ્ડોવા, ટ્યુનિશિયા, સેશેલ્સ, કમ્બોડિયા, નેપાળ, ફિલિપાઇન્સ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ, કઝાકિસ્તાન, જ્યોર્જિયા, ચિલી, ઉઝબેકિસ્તાન, માલદીવ્સ, પાપુઆ ન્યૂ ગિની અને નામિબિયા એમ 23 દેશોના વિવિધ ઇએમબી અને સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા 75 પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ઇલેક્ટોરલ સિસ્ટમ્સ ( IFES )ના સભ્યો અને ભૂતાન અને ઇઝરાયલની મીડિયા ટીમો પણ ભાગ લેશે.

આ સમાચાર પણ વાંચો :  ITR Filing: ઉતાવળમાં ITR ફાઇલ કરશો નહીં! આ બાબતોનું ધ્યાન રાખો, નહીં તો મળશે આવકવેરાની નોટિસ.

4 મેથી શરૂ થઈ રહેલા આ કાર્યક્રમમાં ભારતની ચૂંટણી વ્યવસ્થાની ( Electoral system ) બારીકાઈઓ તેમજ વિશ્વના સૌથી મોટા લોકશાહી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓથી વિદેશી ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ (ઈએમબી)ને પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર અને ડો. સુખબીર સિંહ સંધુ 5 મે, 2024ના રોજ પ્રતિનિધિઓને સંબોધન કરશે. ત્યારબાદ પ્રતિનિધિઓ નાનાં જૂથોમાં છ રાજ્યો – મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાતે જશે અને વિવિધ મતક્ષેત્રોમાં મતદાન અને તેને લગતી સજ્જતાનું નિરીક્ષણ કરશે. આ કાર્યક્રમ 9 મે, 2024ના રોજ સમાપ્ત થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version