ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
11 જુન 2020
રાજોરી ના મંજાકોટ વિસ્તારમાં ગઇકાલે રાત્રે 10:45 મિનિટ ની આસપાસ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ગોળીબારીમાં ભારતના એક જવાન શહીદ થયા છે. જ્યારે એક સ્થાનિક પાકિસ્તાની નાગરિક પણ ઘાયલ થયો છે.
આર્મીના અધિકારીએ આપેલી માહિતી અનુસાર, પાકિસ્તાન તરફથી છેલ્લા બે દિવસથી થોડી થોડી વારે ભારતીય પોસ્ટને નિશાન બનાવવામાં આવી રહી છે. જોકે ભારતીય સૈનિકો પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે..
બીજી એક ઘટનામાં અગાઉ પણ રાજૌરી સેકટરમાં જ વધુ એક જવાન શહીદ થયા હતા.
આમ ભારત સાથે સીધી લડાઇ લડવા માટે અસમર્થ હોવાથી અને હાલમાં સેનાના ઓપરેશનમાં 31 થી વધુ આતંકીઓ માર્યા ગયા હોવાથી પાકિસ્તાની સેના હતાશામાં આવીને ભારતીય પોસ્ટને નિશાન બનાવી રહી છે….
