Site icon

One Nation One Election : કેન્દ્રીય કેબિનેટની ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલને લીલી ઝંડી, આ તારીખે ગૃહમાં રજૂ થઇ શકે છે બિલ…

One Nation One Election : કેન્દ્રીય કેબિનેટે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' પર રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને સ્વીકારી લીધી છે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મળેલી કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી છે. ચૂંટણી સુધારણા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું હશે.

One Nation One Election Cabinet approves 'one nation, one election', likely to bring comprehensive bill

One Nation One Election Cabinet approves 'one nation, one election', likely to bring comprehensive bill

News Continuous Bureau | Mumbai 

One Nation One Election : આજે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે એક દેશ, એક ચૂંટણીના બિલને મંજૂરી આપી દીધી છે. અહેવાલ છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી સપ્તાહે આ શિયાળુ સત્રમાં આ બિલ લાવવામાં આવે તેવી શક્યતા છે.

Join Our WhatsApp Community

One Nation One Election : રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા  

સૌથી પહેલા જેપીસી કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે. આખરે આ બિલ સંસદમાં લાવવામાં આવશે અને તેને પસાર કરવામાં આવશે. આ પહેલા રામનાથ કોવિંદની સમિતિએ એક દેશ, એક ચૂંટણી સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. અહેવાલો મુજબ સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ બનાવવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવાની યોજના બનાવી રહી છે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે.

હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાય છે. આ બિલ કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Kurla BEST Bus Accident: માનવતા મરી પરવારી! કુર્લા બસ અકસ્માતમાં મૃતક મહિલાની સોનાની બંગડીઓ ચોરે લૂંટી લીધી; જુઓ વિડિયો..

One Nation One Election : ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આ અંગે આપ્યું હતું વચન 

મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક સમયથી ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આ અંગે વચન આપ્યું હતું. તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની તરફેણમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જે બાદ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ને મંજૂરી આપવામાં આવી હતી.

 

 

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version