Site icon

શું દેશમાં એકસાથે થશે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી- મુખ્ય ચૂંટણી કમિશનર આપ્યું આ મોટું નિવેદન

News Continuous Bureau | Mumbai

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ (EC) લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવી શકે છે. પરંતુ આ બાબતે અંતિમ નિર્ણય સંસદના હાથમાં છે.

Join Our WhatsApp Community

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” પ્રણાલી માટે ચોક્કસપણે એક ખૂબ જ મોટી મિકેનિઝમની જરૂર છે પરંતુ આ એક એવો મુદ્દો છે જેના પર સંસદે નિર્ણય લેવો પડશે. સંસદીય અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી એ ચૂંટણી પંચના અધિકારક્ષેત્રમાં આવતી નથી. જો કે, અમે સરકારને જાણ કરી છે કે ચૂંટણી પંચ એકસાથે ચૂંટણીનું સંચાલન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

આ સમાચાર પણ વાંચો: ગુજરાતની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકે પે ઝટકા- વધુ એક ધારાસભ્યએ પાર્ટીને કહી દીધું ટાટા- બાય બાય

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર બુધવારે ચૂંટણી પંચના વિશેષ અભિયાનની શરૂઆત કરવા પુણે પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું, મેટ્રો શહેરોમાં ચૂંટણી પ્રત્યે લોકોની ઉદાસીનતા સૌથી મોટો પડકાર છે અને તે લોકોની ભાગીદારી વધારીને જ તેનો સામનો કરી શકાય છે.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની પ્રણાલી લાગુ કરવી સરળ નહીં હોય. આ માટે બંધારણમાં સુધારો કરવો પડશે, પક્ષપલટા વિરોધી કાયદામાં સુધારો કરવો પડશે. આ સિવાય જનપ્રતિનિધિત્વ અધિનિયમ અને સંસદીય પ્રક્રિયા સંબંધિત અન્ય કાયદાઓમાં પણ ફેરફાર કરવા પડશે.

ચૂંટણી કમિશનરે એ પણ જણાવ્યું કે દેશમાં 2.49 લાખ મતદાતાઓ છે જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે અને લગભગ 1.8 કરોડ મતદારો 80 વર્ષથી વધુ ઉંમરના છે. ચૂંટણી પંચ હવે એવા યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જેઓ 18 વર્ષના થવાના છે.

આ સમાચાર પણ વાંચો: ભારતીય ટીમના આ સ્ટાર બેટ્સમેનની પત્ની પણ બનશે ભાજપની MLA- જાણો કોણ છે તે

Himachal Snowfall Alert: હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે ૧૨૦૦ થી વધુ રસ્તાઓ બંધ, ઓરેન્જ એલર્ટ વચ્ચે પ્રશાસને શરૂ કર્યું મોટું ઓપરેશન.
Bank Strike Today:આજે બેંકમાં કામ છે? તો આ સમાચાર વાંચી લેજો; દેશભરમાં હજારો બેંક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ.
cotton prices India: કપાસના ભાવ કંટ્રોલમાં રાખવાની સરકારની રણનીતિ: ખોળમાં સ્ટોકિસ્ટોની લેવાલીથી તેજીની આગેકૂચ
Major Security Alert:દેશને ધણધણાવવાનું કાવતરું ફેલ! રાજસ્થાનમાં ફાર્મ હાઉસની આડમાં છુપાવાયો હતો વિસ્ફોટકોનો પહાડ; સુરક્ષા દળોએ ટાળી મોટી દુર્ઘટના
Exit mobile version