Site icon

Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના

Onion Price: મોંઘવારીને નિયંત્રણમાં રાખવા અને ડુંગળીની કિંમતોને સ્થિર કરવા માટે કેન્દ્ર સરકારે ફરી એકવાર સીધી છૂટક વેચાણની શરૂઆત કરી છે. સરકારના બફર સ્ટોકમાંથી ડુંગળી હવે સીધી ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે.

Onion Price મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી

Onion Price મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી

News Continuous Bureau | Mumbai
Onion Price કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી પર અંકુશ મેળવવા અને ડુંગળીની વધતી કિંમતોને સ્થિર રાખવા માટે એક નવો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય અન્ન અને ગ્રાહક સુરક્ષા મંત્રી પ્રહલાદ જોષીના હસ્તે ગુરુવારે આ યોજનાનો શુભારંભ થયો છે. આ અંતર્ગત સરકારના બફર સ્ટોકમાંથી રહેલી ડુંગળીને સીધા જ ગ્રાહકોને સુધી પહોંચાડવામાં આવશે.

કેટલા ભાવે મળશે અને ક્યાંથી મળશે ડુંગળી?

છૂટક વેચાણ દરમિયાન, ગ્રાહકોને ડુંગળી માત્ર 24 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ કરાશે. શરૂઆતમાં આ વેચાણ મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે. આ ડુંગળી NAFED, NCCF અને કેન્દ્રીય ભંડારના આઉટલેટ્સ અને મોબાઈલ વાન મારફતે વેચવામાં આવશે. આ ઉપરાંત, આ સંસ્થાઓના ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનર્સ દ્વારા પણ ડુંગળી ઉપલબ્ધ કરાશે.

Join Our WhatsApp Community

વેચાણ કેટલા દિવસ ચાલુ રહેશે?

સરકારે આ વેચાણ માટે કોઈ ચોક્કસ સમયગાળો જાહેર કર્યો નથી. જોકે, સંકેત આપવામાં આવ્યા છે કે જ્યાં સુધી મોંઘવારી નિયંત્રણમાં ન આવે અને બજારમાં ડુંગળીના ભાવ સ્થિર ન થાય ત્યાં સુધી આ વેચાણ ચાલુ રહેશે. સરકારના બફર સ્ટોકમાં મોટી માત્રામાં ડુંગળી છે, જે ધીમે ધીમે બજારમાં છોડવામાં આવશે. શરૂઆતના તબક્કામાં લાખો ટન ડુંગળી ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે. માંગ અને કિંમતોનો અભ્યાસ કરીને, દૈનિક અને સાપ્તાહિક ધોરણે ડુંગળી બજારમાં રજૂ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે?

કેન્દ્ર સરકારના મતે, સીધા ગ્રાહકોને સસ્તી ડુંગળી પૂરી પાડવાથી બજારમાં તેના ભાવ નિયંત્રણમાં રહેશે. આ પગલાથી તાજેતરના મહિનાઓમાં ખાદ્ય મોંઘવારીમાં થયેલા વધારા પર અંકુશ આવશે અને ગ્રાહકોને મોટી રાહત મળશે.

Mumbai Accident: મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: BEST બસે બે યુવકોને કચડ્યા, એકનું મોત, એક ઘાયલ
Mumbai: મુંબઈમાં અનંત ચતુર્દશી પહેલા મળી મોટા આતંકી હુમલાની ધમકી, 400 કિલો RDX સાથે આટલા પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની મળી બાતમી
Panvel-Borivali-Vasai: મુંબઈ ના મુસાફરો માટે સારા સમાચાર, આ રેલ કોરિડોર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Exit mobile version