Site icon

Operation Sindoor Masood Azhar: ભારતની એક જ એરસ્ટ્રાઇકમાં મસૂદ અઝહરનો આખો પરિવાર સાફ, 14 લોકોના મોત; સભ્યોના મોત પર આતંકવાદી મસૂદ અઝહર રડ્યો; જુઓ વિડીયો…

Operation Sindoor Masood Azhar JeM chief Masood Azhar says India’s Operation Sindoor strikes in Bahawalpur killed his 10 relatives

Operation Sindoor Masood Azhar JeM chief Masood Azhar says India’s Operation Sindoor strikes in Bahawalpur killed his 10 relatives

  News Continuous Bureau | Mumbai

Operation Sindoor Masood Azhar: ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. ભારત સરકારે આજે વહેલી સવારે એક ઐતિહાસિક અને સંયુક્ત ત્રિ-સેના (Tri-Forces) ઓપરેશન ‘સિંદૂર’ (Sindoor) હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક (Air Strike) કરી.  ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલ છે.  પરિવારની ખુવારી બાદ મસૂદ અઝહરે દર્દભર્યા સ્વરમાં જો હું પણ આ હુમલામાં માર્યો ગયો હોત તો સારું થાત.

 

Operation Sindoor Masood Azhar: હુમલામાં  10 સભ્યો અને ચાર નજીકના સાથીઓ માર્યા ગયા 

મીડિયા રિપોર્ટ મુજબ, હવાઈ હુમલામાં મસૂદની મોટી બહેન, સાળી અને ચાર નજીકના સાથીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. માર્યા ગયેલાઓમાં મૌલાના કાશિફ, તેમનો પરિવાર, મૌલાના અબ્દુલ રઉફની મોટી પુત્રી, પૌત્ર અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં પોતાના પરિવારના વિનાશ બાદ મસૂદ અઝહર ખૂબ જ નારાજ છે. જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરે કહ્યું છે કે બહાવલપુરમાં જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ પર ભારત દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેના પરિવારના 10 સભ્યો અને ચાર નજીકના સાથીઓ માર્યા ગયા છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકવાદી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. 

 

Operation Sindoor Masood Azhar: મસૂદ અઝહર કોણ છે?

મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. મસૂદને ભારત માટે સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક માનવામાં આવે છે. મસૂદ અઝહરની 1999માં ઇન્ડિયન એરલાઇન્સના હાઇજેકના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં બંધકોને મુક્ત કરવાના બદલામાં તેને છોડી દેવામાં આવ્યો હતો. ત્યારથી, તે પાકિસ્તાનમાં છુપાઈ રહ્યો છે અને અનેક મોટા આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યો છે.

મસૂદ અઝહરના નેતૃત્વ હેઠળ જૈશ-એ-મોહમ્મદે 2001માં ભારતીય સંસદ પર હુમલો, 2000માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર હુમલો, 2016માં પઠાણકોટ એરબેઝ પર હુમલો અને 2019માં પુલવામામાં આત્મઘાતી હુમલો જેવી ઘણી મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Operation Sindoor: ઓપરેશન સિંદૂર બાદ સેનાએ બતાવી નારીશક્તિ, કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ એરસ્ટ્રાઇકની આપી સંપૂર્ણ માહિતી… જાણો કોણ છે આ મહિલા અધિકારીઓ

જણાવી દઈએ કે મસૂદ અઝહરને 2019 માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આતંકવાદીઓને તાલીમ આપી રહ્યો છે અને તેના સંગઠનનો વિસ્તાર કરવા માટે નવા મદરેસા ખોલવાની યોજના બનાવી રહ્યો છે.

Operation Sindoor Masood Azhar: મસૂદની મદરેસા પર હુમલો

‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, ભારતીય સેનાએ મસૂદ અઝહરના આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં બહાવલપુરમાં તેના મદરેસા અને જૈશના મુખ્યાલયને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યું. આ હુમલો 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.

 

Exit mobile version