Site icon

 Opposition MPs Suspended: સંસદની સુરક્ષામાં ચૂક મામલે હોબાળો, લોકસભા અને રાજ્યસભામાંથી વિપક્ષના આ 15 સાંસદો કરાયા સસ્પેન્ડ..

Opposition MPs Suspended: લોકસભામાં હંગામો મચાવનાર સાંસદો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શિયાળુ સત્ર માટે કોંગ્રેસના 9 સાંસદો સહિત કુલ 15 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડીએમકે સાંસદ કનિમોઝી અને પ્રતિભાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય સીપીઆઈના એક સાંસદ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

Opposition MPs Suspended 15 Opposition MPs suspended from LS for remainder of Parliament's Winter Session

Opposition MPs Suspended 15 Opposition MPs suspended from LS for remainder of Parliament's Winter Session

  News Continuous Bureau | Mumbai

Opposition MPs Suspended: હાલ સંસદ (Parliament) નું શિયાળુ સત્ર (Winter session) ચાલી રહ્યું છે. સંસદના શિયાળુ સત્રના નવમા દિવસે આજે કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષી સાંસદો ( Opposition MPs ) એ સંસદની સુરક્ષામાં ખામીઓને લઈને હોબાળો મચાવ્યો હતો. લોકસભા (Lok Sabha ) અને રાજ્યસભા  (Rajya Sabha) બંને ગૃહોમાં વિપક્ષી નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. દિવસ દરમિયાન ઘણી વખત ગૃહને સ્થગિત કરવું પડ્યું હતું.

Join Our WhatsApp Community

15 સાંસદો સસ્પેન્ડ

લોકસભામાં હંગામો મચાવનાર સાંસદો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શિયાળુ સત્ર માટે કોંગ્રેસના 9 સાંસદો સહિત કુલ 15 સાંસદોને સસ્પેન્ડ ( Suspend ) કરવામાં આવ્યા છે. ડીએમકે સાંસદ કનિમોઝી અને પ્રતિભાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય સીપીઆઈના એક સાંસદ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસના જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવશે તેમાં ટીએન પ્રથાપન, હિબી એડન, એસ જ્યોતિમાની, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસનો સમાવેશ થાય છે. આ સિવાય કોંગ્રેસના મણિકમ ટાગોર અને વીકે શ્રીકંદન સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Desi Jugaad : હેલ્મેટ વિના ચલાવી રહ્યો હતો બાઈક, પોલીસને જોતાં જ પહેર્યો વિચિત્ર તાજ! જુઓ વિડીયો..

સાંસદોને આ કારણે કરવામાં આવ્યા સસ્પેન્ડ

અત્યાર સુધીમાં 15 વિપક્ષી સાંસદોને હંગામો કરવા અને ખુરશીનું અપમાન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા 15 સાંસદોમાંથી 9 કોંગ્રેસના, 2 સીપીએમ, 2 ડીએમકે અને એક સીપીઆઈ પાર્ટીના છે. આ સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી દ્વારા લાવવામાં આવ્યો હતો, જેને સ્પીકરની ખુરશી પર બેઠેલા ભર્તૃહરિ મહતાબ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ સાંસદોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વિપક્ષના સાંસદો સતત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.

આ સિવાય તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયનને સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે TMCએ કહ્યું કે જવાબદારી ટાળવી એ ભાજપની સૌથી મજબૂત બાજુ છે.

આ છે I.N.D.I.A ગઠબંધનની માંગ

સંસદમાં આ ઘટનાને લઈને ગુરુવારે I.N.D.I.A. ગઠબંધનના પક્ષોની એક બેઠક પણ યોજાઈ હતી, જેમાં તેઓએ માંગ કરી હતી..

1. ગઈકાલે સંસદમાં થયેલી અત્યંત ગંભીર અને ખતરનાક સુરક્ષા ક્ષતિ અંગે ગૃહમંત્રીએ બંને ગૃહોમાં વિગતવાર નિવેદન આપવું જોઈએ અને પછી તેના પર ચર્ચા થવી જોઈએ.
2. ઘૂસણખોરોને વિઝિટર પાસ આપનાર બીજેપી સાંસદ પ્રતાપ સિમ્હા સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
મોદી સરકાર દ્વારા આ સંપૂર્ણ કાયદેસર અને વ્યાજબી માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કરવાને કારણે આજે સવારે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

India-Nepal Border: નેપાળની જેલમાંથી ભાગેલા કેદીઓનો ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ સીમા દળે બનાવ્યો નિષ્ફળ, કરી આટલા ની ધરપકડ
PM Modi: 2023 બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત લેશે આ રાજ્યની મુલાકાત, સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા થઇ અત્યંત કડક
Physiotherapist: આરોગ્ય સેવા મહા નિદેશાલય નો મહત્વનો આદેશ, જાણો કેમ હવે ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ ડોક્ટર નહીં લખી શકે
Indian Navy: ભારતીય નૌકાદળની તાકાતમાં થયો વધારો, યુદ્ધ જહાજ પર પહેલું 3D એર સર્વેલન્સ રડાર કાર્યરત, જાણો તેની ખાસિયત
Exit mobile version