Site icon

1962માં નહેરુ પર અલગ-અલગ રીતે કરવામાં આવ્યા હતા પ્રહાર, શું મોદી માટે થાય એ જ ભાષાનો ઉપયોગ? 

બીજેપીના પૂર્વ સાંસદે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે મોદી અને જિનપિંગ વચ્ચે 18 મીટિંગ થઈ ચુકી છે. વન ટુ વન મીટિંગ બાદ ચીનના રાષ્ટ્રપતિ મોદીની નબળાઈઓ જાણી ચુક્યા છે. આપણા વડાપ્રધાન ફોટો પડાવવાના શોખીન છે અને તેમનો કપડા પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી

Opposition reminds government of Jawaharlal Nehru’s stance during 1962 war

1962માં નહેરુ પર અલગ-અલગ રીતે કરવામાં આવ્યા હતા પ્રહાર, શું મોદી માટે થાય એ જ ભાષાનો ઉપયોગ?

 બીજેપીના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીન સાથે ભારતીય સૈનિકોની અથડામણને લઈને પીએમ (PM) નરેન્દ્ર મોદીને (Narendra Modi) આડેહાથ લીધા છે. 1962નો ઉલ્લેખ કરતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે તત્કાલીન પીએમ જવાહરલાલ નેહરુને ભદ્દી-ભદ્દી ગાળો આપવામાં આવી હતી, કારણ કે ચીન સાથેના યુદ્ધમાં ભારતનો પરાજય થયો હતો. તેમનો પ્રશ્ન હતો કે હવે મોદી આ વિશેષણોથી કેમ વંચિત છે. શું તેમની સાથે પણ આવો જ વ્યવહાર ન થવો જોઈએ?

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે તવાંગમાં ભારતીય સેના અને ચીન વચ્ચેની અથડામણ બાદ મોદી કેબિનેટના મંત્રીઓ સંસદમાં ખુલાસો આપી રહ્યા છે. પરંતુ તેઓએ આવું કેમ કરવું જોઈએ. તેમનું કહેવું હતું કે જ્યારે તેઓ ગુજરાતના સીએમ હતા અને હવે પીએમ બન્યા પછી નરેન્દ્ર મોદીની ચીન સાથેની નિકટતા કોઈનાથી છુપી નથી. એવામાં જો એલએસી પર ભારતીય સેના સાથે ચીની સેનાનું ઘર્ષણ થઈ રહ્યું છે, તો શા માટે સરકારના મંત્રીઓને જવાબદાર બનાવવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  બ્યુટી ટિપ્સ : શું તમને શિયાળામાં ચામડી સુકાવાના કારણે ચીરા પડવાની સમસ્યા છે ? તો અજમાવો આ ઉપાય. 

બીજેપીના પૂર્વ સાંસદે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે મોદી અને જિનપિંગ વચ્ચે 18 મીટિંગ થઈ ચુકી છે. વન ટુ વન મીટિંગ બાદ ચીનના રાષ્ટ્રપતિ મોદીની નબળાઈઓ જાણી ચુક્યા છે. આપણા વડાપ્રધાન ફોટો પડાવવાના શોખીન છે અને તેમનો કપડા પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. તેઓ જટિલ વૈશ્વિક મુદ્દાઓ પર વધુ કશું નથી કરતા. આ જ કારણ છે કે જિનપિંગે ગ્લોબલ પાવર ટ્રાયેન્ગલથી તેમને હટાવી દીધા. 

આ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના એક ટ્વીટમાં કહ્યું હતું કે મોદીએ કોઈ આવ્યું નહીં… કહીને ગલવાન ડેપસાંગ અને પેંગોંગ તળાવ ચીનને ગિફ્ટમાં આપી દીધું. તેમણે કહ્યું કે જો સરકારનું વલણ આવું જ રહ્યું તો ચુસુલ મિલિટરી એરફિલ્ડ પણ આપણે જલ્દી જ ચીનને સોંપવા જઈ રહ્યા છીએ. ભાજપના પૂર્વ સાંસદે કહ્યું કે મોદી ઇન્ડોનેશિયાના બાલીમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે હાથ મિલાવવા આતુર દેખાયા. ચીની જાણે છે કે આપણી સાથે કેવી રીતેનું વર્તન કરવું જોઈએ. પીએમ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે મોદી હૈ તો મુમકીન હૈ.

જણાવી દઈએ કે અરુણાચલના તવાંગમાં ચીની સેના સાથે ભારતીય સેનાનું ઘર્ષણ થયું હતું. 9 ડિસેમ્બરે થયેલ અથડામણના સમાચાર સામે આવ્યા બાદ વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. સરકારના મંત્રીઓ સંસદમાં કહી રહ્યા છે કે કેવી રીતે તેઓએ ચીનને પાછું ખદેડી દીધું. પરંતુ વિપક્ષનો સવાલ એ છે કે આવી સ્થિતિ કેમ આવી? જો ચીનને લઈને સરકારને આશંકા છે તો આપણી તૈયારીઓ શું હતી?

આ સમાચાર પણ વાંચો : Black Money: મોદી સરકારે અત્યાર સુધીમાં અધધ આટલા લાખ કરોડનું કાળું નાણું કર્યું જપ્ત, 4600 કરોડથી વધુની સંપત્તિ કરી કબ્જે… જાણો આંકડા

Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,
Bilaspur train accident: છત્તીસગઢ ટ્રેન દુર્ઘટનાની રૂંવાડા ઊભા કરી દેતી આપવીતી, પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવ્યું, ‘જોરદાર ધડાકો થયો, પછી ચારે તરફ…’
Kishtwar encounter: જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડના છાતરુ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક જવાન ઘાયલ
Voter List: આધાર કાર્ડ જ નહીં, આ દસ્તાવેજો પણ રાખો તૈયાર: મતદાર યાદી સુધારણા માટે આજથી BLO ઘરે-ઘરે જશે
Exit mobile version