Site icon

ચૂંટણી પંચનો મોટો મહત્વનો નિર્ણય-જમ્મુ કાશ્મીરમાં રહેતા આ લોકો પણ હવે મતદાન કરી શકશે 

News Continuous Bureau | Mumbai 

જમ્મુ કાશ્મીરમાં (Jammu and Kashmir) આ વર્ષે વિધાનસભાની ચૂંટણી(Assembly elections) યોજાવાની સંભાવના છે. તેની પહેલાં ચૂંટણી પંચે(Election Commission) મોટી જાહેરાત કરી છે. જમ્મુ કાશ્મીરના મુખ્ય ચૂંટણી કમિશનર(Chief Election Commissioner) હ્રદેશ કુમારે(Hradesh Kumar)કહ્યું કે જે બિન કાશ્મીરી લોકો રાજ્યમાં વસવાટ કરે છે. તે પોતાનું નામ મતદાર યાદીમાં(voter list) નોંધાવીને મતદાન કરી શકે છે. તેના માટે તેમને સ્થાનિક રહેઠાણ પ્રમાણપત્રની(Local Residence Certificate) જરૂર નથી. એટલું જ નહીં તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા માટે તૈનાત સુરક્ષા દળના જવાનો (Security forces personnel) પણ પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકે છે. 

Join Our WhatsApp Community

હ્રદેશ કુમારે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં આ વખતે લગભગ ૨૫ લાખ નવા મતદારોનું નામ મતદાર યાદીમાં સામેલ થવાની આશા છે. તેમણે જણાવ્યું કે કર્મચારી, વિદ્યાર્થી, મજૂર અને કોઈપણ બિનકાશ્મીરી લોકો કાશ્મીરમાં વસવાટ કરે છે. તે પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકે છે.તેમણે જણાવ્યું કે મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા માટે સ્થાનિક નિવાસ પ્રમાણ પત્રની જરૂર નથી. તે સિવાય જમ્મુ કાશ્મીરમાં તહેનાત સેનાના જવાનો પણ મતદાર યાદીમાં નામ સામેલ કરાવીને મતદાન કરી શકે છે. હ્રદેશ કુમારે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જાે આપતી કલમ ૩૭૦ દૂર કર્યા પછી પહેલીવાર મતદાર યાદીમાં વિશેષ સંશોધન થઈ રહ્યું છે. એવામાં આશા છે કે આ વખતે મોટાપાયે ફેરફાર થશે. 

આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી – દેશ વિરોધી કન્ટેન્ટ ફેલાવનાર આટલા YouTube ચેનલો કરાઇ બ્લોક

એટલું જ નહીં ત્રણ વર્ષમાં મોટી સંખ્યામાં યુવાઓ ૧૮ વર્ષ કે તેનાથી વધારે ઉંમરના થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે ૧૫ સપ્ટેમ્બરથી મતદાર યાદીમાં નામ સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તે ૨૫ ઓક્ટોબર સુધી ચાલશે. જોકે ૧૦ નવેમ્બર સુધી દાવા અને આપત્તિઓનો ઉકેલ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં ૧૮ વર્ષથી વધારે ઉંમરના લગભગ ૯૮ લાખ લોકો છે. જ્યારે અંતિમ મતદાર યાદી પ્રમાણે મતદાન કરનારા મતદારોની સંખ્યા ૭૬ લાખ છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version