Site icon

અભૂતપૂર્વ ઘસારો! 50 દિવસ બાદ ટ્રેનોનું બુકિંગ ખુલતા જ દોઢ લાખ ટિકીટ વેચાઈ ગઈ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

21 મે 2020

આજથી સામાન્ય દિવસોમાં દોડતી 200 જેટલી ટ્રેનના ઓનલાઈન બુકિંગ ની શરૂઆત થઈ ગઈ છે જેમાં સુપરફાસ્ટ થી લઈને મેલ એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે આ ટ્રેનનું બુકિંગ આજે ૨૧મી મેના રોજ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગયું છે..પરંતુ એકસાથે આઇ.આર.સી.ટી.સી ની સાઇટ પર બુકિંગ માટે ઘસારો વધતા થોડા જ વખતમાં સાઈટ હેંગ થઈ ગઈ હતી.  જો કે ગણતરીની મિનિટો બાદ જ આ ટ્રેનોની સીટો ફૂલ થઇ ગઇ હતી. અડધો કલાકમાં જ દિલ્હીથી 22000 મુંબઈ થી 25000 અને ચેન્નાઈથી 12000 ટિકિટો જનરેટ થઈ હતી. આમ એક કલાકમાં જ દોઢ લાખની આસપાસ ટિકિટ બુક થઈ હતી.

જોકે આ ટ્રેનમાં તત્કાલ અને પ્રીમિયમ ટિકિટ ની સુવિધા નથી. જો તમારે સાદી શ્રેણીમાં સફર કરવું હશે તો પણ ઓનલાઈન કન્ફર્મ ટિકિટ ખરીદીને જ બેસવાની સુવિધા મળશે. આમ એક રીતે રોકડ રૂપિયાના વપરાશ વગર તમામ ટિકિટો ઓનલાઇન ખરીદવાની રહેશે. 

જોકે દિલ્હીથી કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે કાઉન્ટર ઉપરથી પણ 2-3- દિવસમાં બુકિંગ શરૂ કરાશે, આજથી ઓનલાઈન બુકિંગ શરૂ થયુ જેમાં આઈઆરસીટીસીની વેબસાઇટ ઉપરથી બપોરે 12 વાગ્યા સુધીમા બુકિંગ માટે 73 ટ્રેનોમાં ટિકિટ ઉપલબ્ધ હતી, અત્યાર સુધીમાં 1,49,025 ટિકિટ બુક થયાનું જણાયું છે..

Ladakh dispute: શું છે બંધારણની છઠ્ઠી અનુસૂચિ, જેના માટે લદાખમાં થયો આટલો હોબાળો, લાગુ થશે તો શું ફેરફાર થશે?
BJP: ભાજપે બિહાર ચૂંટણી માટે ધર્મેન્દ્ર પ્રધાનને બનાવ્યા પ્રભારી, યુપીના નાયબ મુખ્યમંત્રીને મળી આ જવાબદારી.
UPI Rules: 3 નવેમ્બરથી બદલાઈ રહ્યા છે ભીમ UPIના નિયમો,જાણો તમારા માટે શું બદલાશે?
Sonam Wangchuk: લેહ હિંસા બાદ વિવાદોમાં સોનમ વાંગચુક, આ બાબત ને લઈને આવ્યા CBIના રડાર પર.
Exit mobile version