Site icon

આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપતા આ સેક્ટરના સ્ટોકમાં એકાએક ઉછાળો આવ્યો; જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

સંરક્ષણ ક્ષેત્રમાં રક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા આયાત પરની ર્નિભરતાને દૂર કરવા આર્ત્મનિભર ભારત અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ૧૦૧ લશ્કરી પ્રણાલીઓ અને શસ્ત્રોની યાદી બહાર પાડી છે. જે આયાત કરવામાં આવશે જેની આયાત પર આગામી પાંચ વર્ષ માટે પ્રતિબંધ રહેશે અને આ શસ્ત્ર પ્રણાલી અને શસ્ત્રો દેશમાં જ તૈયાર કરવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યું કહ્યું ૧૦૧ સંરક્ષણ ઉપકરણો અને પ્લેટફોર્મની ત્રીજી સકારાત્મક સ્વદેશીકરણ સૂચિ જારી કરવામાં આવી રહી છે. આ યાદી જાહેર થવાથી સંરક્ષણ ક્ષેત્રમાં આપણી આર્ત્મનિભરતાની ઝડપી ગતિનો અંદાજ લગાવી શકાય છે. 

Join Our WhatsApp Community

યાદી જાહેર કરતા રાજનાથ સિંહે કહ્યું કે ૧૦૧ સૈન્ય પ્રણાલીઓ અને શસ્ત્રોની યાદીમાં સેન્સર, શસ્ત્રો અને દારૂગોળો, નૌકાદળ માટે હેલિકોપ્ટર, પેટ્રોલિંગ જહાજાે, એન્ટિ-શિપ મિસાઇલ અને એન્ટિ-રેડિયેશન મિસાઇલોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું ૧૦૧ સંરક્ષણ ઉપકરણો અને પ્લેટફોર્મની ત્રીજી સકારાત્મક સ્વદેશીકરણ સૂચિ જારી કરવામાં આવી રહી છે. આ યાદી જાહેર થવાથી સંરક્ષણ ક્ષેત્રમાં આપણી આર્ત્મનિભરતાની ઝડપી ગતિનો અંદાજ લગાવી શકાય છે. 

આ સમાચાર પણ વાંચો : રિઝર્વ બેંકે બદલ્યો દેશની તમામ નાણાંકીય સંસ્થાઓનો સમય,હવે આ તારીખથી સવારે નવ વાગ્યે ખુલશે; જાણો વિગતે

ઓગસ્ટ ૨૦૨૦ માં, દેશમાં ઉત્પાદિત થનારી ૧૦૧ વસ્તુઓની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં ટોડ આર્ટિલરી ગન, ટૂંકી અંતરની સપાટીથી હવામાં મિસાઈલ, ક્રુઝ મિસાઈલ અને દરિયાઈ પેટ્રોલિંગ જહાજાેનો સમાવેશ થાય છે. તે જ સમયે મે ૨૦૨૧ માં સરકારે ૧૦૮ વધુ સંરક્ષણ ઉપકરણો, શસ્ત્રો અને સિસ્ટમ્સ બનાવવાની જાહેરાત કરી હતી. રક્ષા મંત્રીએ કહ્યું કે યાદી બહાર પાડવાના બે ઉદ્દેશ્ય છે પહેલું સંરક્ષણ ક્ષેત્રે આર્ત્મનિભરતાને પ્રોત્સાહન આપવું અને બીજું સંરક્ષણ સાધનોની નિકાસને પ્રોત્સાહન આપવું.

છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં લીધાં છે. એક અનુમાન મુજબ, ભારતની સશસ્ત્ર દળો આગામી ૫ વર્ષમાં સંરક્ષણ જરૂરિયાતો પર ૧૩૦ અબજ ડોલર ખર્ચ કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપીને આયાતી સૈન્ય જરૂરિયાતો પર ર્નિભરતા ઘટાડવા માંગે છે. સંરક્ષણ મંત્રાલયે આગામી પાંચ વર્ષમાં સંરક્ષણ ઉત્પાદનમાં  ૨૫ અબજ ડોલર (રૂ. ૧.૭૫ લાખ કરોડ) બિઝનેસનું લક્ષ્ય નક્કી કર્યું છે જેમાં સંરક્ષણ સાધનોની નિકાસના લક્ષ્યાંક ૫ અબજ ડોલર (રૂ. ૩૫,૦૦૦ કરોડ) છે. 

આ સમાચાર પણ વાંચો : અમે શરદ પવાર સામે ગુનો નોંધાવ્યો છે. અમારા જાનને જોખમ છે. જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો આરોપ.

સરકારની આ જાહેરાત બાદ ડિફેન્સ સેક્ટરના શેરમાં જબરદસ્ત ખરીદી જાેવા મળી હતી. HALનો શેર ૨.૨૬ ટકા, ભારત ડાયનેમિક્સ ૯.૪૫ ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ ૬.૮૦ ટકા, રિલાયન્સ નેવલ ૪.૧૮ ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.

Tejas Mk1A: ભારતીય વાયુસેના માટે ગૌરવની ક્ષણ: તેજસ Mk1A ની પ્રથમ ઉડાન સફળ, સ્વદેશી ફાઇટર જેટની બોલબાલા
Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ
Bank Holidays: બેંક જતાં પહેલા ચેક કરો, 17થી 23 ઓક્ટોબરની વચ્ચે ક્યારે-ક્યારે છે રજા? જુઓ રાજ્યવાર બેંક રજાઓની સંપૂર્ણ યાદી
Bihar Elections 2025: નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ: ભાજપના ‘ડબલ સિગ્નલ’થી બિહારની રાજનીતિમાં મોટી હલચલ
Exit mobile version