ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
કોરોના વેરિયન્ટ ઓમીક્રોન ના વધતા કેસ વચ્ચે દેશમાં હાલ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે, માત્ર 19 દિવસમાં કોરોના વેક્સિનના 1 કરોડથી વધુ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.
15-18 વર્ષની વયના 44281254 કિશોરોને કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
95 ટકા પાત્ર પુખ્ત વયના લોકોને એન્ટિ-કોવિડ-19 રસીઓનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 74 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ મેળવી લીધા છે.