News Continuous Bureau | Mumbai
PM-કિસાન યોજનામાં મોટો ગોટાળો થયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પીએમ-કિસાન યોજનામાં મૂળ લાભાર્થીઓ કરતા જે લોકો લાયકાત નથી ધરાવતા તેમના ખાતામાં રૂપિયા જમા કરી દેવાયા છે.
દેશભરમાં આશરે ૪,૩૫૦ કરોડ રૂપિયા ગેરલાયક લાભાર્થીઓના ખાતામાં જમા થઇ ગયા છે.
હવે કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે પીએમ-કિસાન યોજના હેઠળ જે પણ ગેરલાયક લોકોના ખાતામાં પૈસા જમા થયા છે તેને પરત લેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના એટલે કે પીએમ-કિસાન યોજના જારી કરવામાં આવી હતી.
આ યોજના અંતર્ગત દર વર્ષે આશરે 6000 રૂપિયા ઓછી જમીન ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : મોદી સરકારની ઉપલબ્ધિ.. ભારતે પહેલી વખત કરી બતાવ્યું આ મોટું કામ, તૂટયો નિકાસનો રેકોર્ડ; જાણો વિગતે