Site icon

Packaged Drinking Water : પેકેજ્ડ પાણી પીતા હોવ તો સાવધાન, સરકારે મુક્યું અતિ જોખમી કેટેગરીમાં, આપી વોર્નિંગ..

Packaged Drinking Water : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ઉચ્ચ જોખમી ખોરાકની શ્રેણીમાં બોટલ્ડ વોટર અને મિનરલ વોટરનો સમાવેશ કર્યો છે. આ પગલું ગ્રાહકો માટે આ ઉત્પાદનોની ગુણવત્તા અને સલામતી ધોરણોને સુધારવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.

News Continuous Bureau | Mumbai 

Packaged Drinking Water : આજકાલ પ્રવાસ, સમારંભ દરમિયાન તેમજ મીટીંગ દરમિયાન પીવાના પાણીની બોટલનો ઉપયોગ કરવો સામાન્ય બાબત છે. બોટલ ચોખ્ખી હોવાથી લોકો અચકાયા વગર બોટલ ખોલે છે અને બોટલનું પાણી પીએ છે, પરંતુ હવે આવા લોકો માટે એક ચોંકાવનારા સમાચાર છે. કારણ કે ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ આ પાણીને અશુદ્ધ જાહેર કર્યું છે. જેથી હવે આવી બોટલનું પાણી વેચતી કંપનીઓની વિશ્વસનિયતા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થયો છે.

Join Our WhatsApp Community

Packaged Drinking Water : વાર્ષિક ઓડિટ થવું જોઈએ

FSSAIએ આ બોટલવાળા પીવાના પાણીને અત્યંત જોખમી ખોરાકની શ્રેણીમાં વર્ગીકૃત કર્યું છે. જેથી હવે આ પાણીની ચકાસણી કરવી ફરજિયાત છે. અને આવા પાણીનું વેચાણ કરતી કંપનીઓનું ઓડિટ કરવામાં આવનાર છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે બોટલ્ડ વોટર અને મિનરલ વોટર ઉદ્યોગ માટે BSI પાસેથી પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત બનાવ્યું છે. ત્યારબાદ FSSAI એ ઉપરોક્ત નિર્ણય લીધો. 

Packaged Drinking Water : વાર્ષિક ઓડિટ કરાવવું પડશે

નવા નિયમો અનુસાર હવે બોટલ્ડ વોટર વેચતી તમામ કંપનીઓએ વાર્ષિક ઓડિટ કરાવવું પડશે. લોકોને ખરેખર મિનરલ વોટર મળવું જોઈએ. સરકારનો ઉદ્દેશ્ય પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર અને મિનરલ વોટરના નામ હેઠળ વેચાતા ઉત્પાદનોની સલામતી અને ગુણવત્તા સુધારવાનો છે. લોકોને સુરક્ષિત વસ્તુઓ મળે અને સારું સ્વાસ્થ્ય જળવાય તે સુનિશ્ચિત કરવાના હેતુથી સરકારે આ નવા ફેરફારો કર્યા છે.

Packaged Drinking Water : બોટલ્ડ વોટર કંપનીઓએ કરી આ માંગ 

નોંધનીય છે કે બોટલ્ડ વોટર કંપનીઓએ અગાઉ સરકાર પાસે નિયમોને સરળ બનાવવાની માંગ કરી હતી. BIS અને FSSAI બંનેને દ્વિ પ્રમાણપત્રની જરૂરિયાતો દૂર કરવા વિનંતી કરવામાં આવી હતી. નિષ્ણાતો માને છે કે નવા નિયમો અનુપાલન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં અને ઉત્પાદકો પરનો બોજ ઘટાડવામાં મદદ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  મૂળાની આડઅસરઃ જો તમને પણ આ રોગ છે, તો તરત જ મૂળાથી દૂર રહો, નહીં તો હોસ્પિટલનું બિલ ચૂકવતા જ રહેશો!

ઉલ્લેખનીય છે કે બોટલ્ડ વોટરની ગુણવત્તા પર સમયાંતરે સવાલો ઉઠતા રહ્યા છે. ઘણી વખત પાણીમાં દૂષિત કણો પણ મળી આવ્યા છે. આમાં બેક્ટેરિયા, જંતુનાશક અવશેષો અને અન્ય હાનિકારક પદાર્થોનો સમાવેશ થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે સસ્તી અને નકલી બ્રાન્ડની બોટલો પાણીની શુદ્ધતાની ખાતરી આપતી નથી.

 

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version