Site icon

Pahalgam Attack : પહેલગામ હુમલામાં ISI, લશ્કર અને ઘોડાવાળાઓની સંડોવણી? NIAના હાથ લાગ્યા મોટા પુરાવા

Pahalgam Attack : 2800થી વધુ લોકોની પૂછપરછ, 150 લોકો તાબામાં, ઘોડાવાળાઓની ભૂમિકા પર ઊઠ્યા સવાલ

Pahalgam Attack ISI, Lashkar, and local ponywalas under scanner – NIA uncovers shocking twist

Pahalgam Attack ISI, Lashkar, and local ponywalas under scanner – NIA uncovers shocking twist

News Continuous Bureau | Mumbai

Pahalgam Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામ (Pahalgam) વિસ્તારમાં થયેલા આતંકી હુમલાની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો (Lashkar-e-Taiba) આ હુમલામાં સીધો હાથ હોવાનું સામે આવ્યું છે. સાથે જ સ્થાનિક ઘોડાવાળાઓ (Ponywalas)ની ભૂમિકા પણ શંકાસ્પદ બની છે.

Join Our WhatsApp Community

Pahalgam Attack : ISI અને લશ્કરનો કાશ્મીરમાં ખતરનાક પ્લાન, NIAને મળ્યા પુરાવા

NIAની ટીમે બૈસરન ઘાટીમાં તપાસ હાથ ધરી છે જ્યાં હુમલો થયો હતો. તપાસમાં ખુલ્યું છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓ પાકિસ્તાનના રહેવાસી હતા અને હુમલાના સમયે તેઓ પાકિસ્તાનથી મળતી સૂચનાઓ હેઠળ કાર્યરત હતા. હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો અને ટેકનિકલ સાધનો પણ પાકિસ્તાનથી જોડાયેલા હોવાનું જણાયું છે.

Pahalgam Attack : (Ponywalas) પોનીવાલાઓની ભૂમિકા શંકાસ્પદ, NIA કરી રહી છે કોલ રેકોર્ડ અને લોકેશન ચેક

હુમલાના સ્થળે હાજર રહેલા પોની રાઇડર્સની પૂછપરછમાં સામે આવ્યું છે કે ઘણા ઘોડાવાળાઓએ વિભિન્ન અને વિસંગત માહિતી આપી છે. NIA હવે તેમના ફોન કોલ રેકોર્ડ અને લોકેશન હિસ્ટ્રી ચેક કરી રહી છે. શંકા છે કે ઘોડાવાાળાઓએ આતંકવાદીઓને બૈસરન ઘાટીમાં પ્રવેશ અપાવવામાં મદદ કરી હોય શકે છે.

આ સમાચાર પણ વાંચો : Terror Attack in Pahalgam: હમાસના સ્ટાઈલમાં આતંકી હુમલો, POKમાં પ્રવેશનો ખુલાસો

Pahalgam Attack : (Investigation) તપાસમાં 2800 લોકોની પૂછપરછ, 150 તાબામાં, 3D મૅપિંગ અને ફોરેન્સિક તપાસ ચાલુ

હાલ સુધી NIAએ 2800થી વધુ લોકોની પૂછપરછ કરી છે અને 150 લોકોને તાબામાં લીધા છે. ઘટનાસ્થળે 40થી વધુ કારતૂસના ખોખા મળ્યા છે જે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. સાથે જ ફોટોગ્રાફર્સ, ટુરિસ્ટ ગાઇડ્સ, હોટેલ માલિકો અને સ્થાનિક વેપારીઓની પણ સક્ષમ પૂછપરછ કરવામાં આવી છે.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version