ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
12 જુન 2020
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ની હાલત આજકાલ "ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આંટો". જેવી છે. પોતે દુનિયાભરમાં ભટકીને પાકિસ્તાન માટે ઉછીના પૈસા માગી લાવીને જેમ દેશ ચલાવી રહ્યા છે પરંતુ, ભારતના 34 % ગરીબ લોકોને આર્થિક મદદ કરીશ, એવું બયાન આપી ઇમરાન ખાન સ્વયં હાંસીને પાત્ર બન્યા છે. પાક.માં કોરોનાથી બેહાલ લોકો, ગરીબી અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. એવા સમયે ઇમરાને એક રિપોર્ટના સંદર્ભમાં કહ્યું કે "ભારતમાં 34% ટકા લોકોના ઘરોમાં સરકારી મદદ વગર એક અઠવાડિયા સુધી પણ ચાલે એમ નથી. આથી હું ટ્રાન્સફર પ્રોગ્રામ દ્વારા શેર કરી તેઓની મદદ કરવા માંગુ છું".
પાકિસ્તાનના વડાપ્રધાને દાવો કર્યો છે કે તેમની સરકારે સફળતાપૂર્વક 120 અબજ રૃપિયા 1 કરોડ પરિવારને પહોંચાડ્યા છે. જેથી ગરીબ લોકો કોરોના જેવી મહામારી સામે લડી શકે.
હકીકતમાં 'યુનિવર્સિટી ઓફ શિકાગો' અને મુંબઈની સંસ્થા 'સેન્ટર ફોર મોનિટરિંગ ધ ઇન્ડિયન ઈકોનોમી' ના રિપોર્ટમાં કહેવાયું છે કે અંદાજે 84 % ભારતીયોના ઘરોમાં લોકડાઉન બાદ આવકમાં ઘટાડો થયો છે અને પરિવાર આઠ દિવસ પણ મદદ વગર ચાલી શકે એમ નથી. આના સંદર્ભમાં પાક.પ્રધાને ભારતને મદદની ઓફર કરી દીધી..
આ મુદ્દે ભારતની જે પ્રતિક્રિયા હોવી જોઈએ તે જ છે. ભારતે ઈમરાન ખાનની મદદની ઑફર ઠુકરાવી દીધી છે….