ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
22 જુન 2020
કોરોના સંકટ વચ્ચે પણ, પાકિસ્તાન તેની હરકતોથી ઊંચું નથી આવતું. પાકિસ્તાને સોમવારે જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજૌરી જિલ્લામાં કોઈ પણ ઉશ્કેરણી વિના નિયંત્રણ રેખા (એલઓસી) પર ગોળીબાર શરૂ કર્યો હતો. જે બાદ ભારતીય સેના પણ પાકિસ્તાનના ફાયરિંગનો યોગ્ય જવાબ આપી રહી છે. આ દરમિયાન ભારતીય સેનાના એક જવાને નૌશેરા સેક્ટરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલે જણાવ્યું હતું કે, "આજે અડધી રાતે 3.30 વાગ્યે,ભારતે કોઈ પણ ઉશ્કેરણી કર્યા વિના પૂંછ જિલ્લાના કૃષ્ણઘાટી સેક્ટરમાં નિયંત્રણ લાઇન પર ગોળીબાર કર્યો અને મોર્ટારથી શેલ ફાયર દાગ્યા હતાં" ત્યાર બાદ “પાકિસ્તાને ફરીથી સવારે 5.30 વાગ્યે રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પણ યુદ્ધવિરામનો ભંગ કર્યો. ભારતીય સેના બંને સેક્ટરમાં જવાબી કાર્યવાહી કરી રહી છે"
ઓક્ટોબર 2003 માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર થયા હોવા છતાં પાકિસ્તાન નિયંત્રણ રેખાની બાજુમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતું જ રહે છે. નોંધનીય છે કે અગાઉ પાકિસ્તાને ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના બે વિસ્તારો અને રાજૌરીમાં નૌશેરા સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. બે દિવસ પહેલા શનિવારે બારામુલ્લામાં એલઓસી પારથી પાકિસ્તાની ગોળીબારમાં 6 લોકો ઘાયલ થયા હતા…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com