News Continuous Bureau | Mumbai
ભારતની એક મિસાઈલ ભુલથી પાકિસ્તાનમાં લોન્ચ થયા બાદ પાકિસ્તાન કાગારોળ મચાવી રહ્યું છે.
આ અંગે આજે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સંસદમાં જવાબ આપતા કહ્યુ કે, મામલાની તપાસ ચાલી રહી છે.
જોકે પાકિસ્તાન રાઈનો પહાડ બનાવવાની કોશિશ કરી રહ્યું છે .જેમાં તેને સફળતા મળી રહી નથી.
તેમણે કહ્યુ કે, મિસાઈલ યુનિટનુ રુટિન મેન્ટેનન્સ ચાલી રહ્યુ હતુ ત્યારે સાંજે સાત વાગ્યે એક મિસાઈલ ભુલથી લોન્ચ થઈ ગઈ હતી. બાદમાં ખબર પડી હતી કે, મિસાઈલ પાકિસ્તાનમાં ખાબકી છે.
આ ઘટના ખેદજનક છે પણ રાહતની વાત એ છે કે, તેનાથી કોઈ નુકસાન થયુ નથી.
આ સમાચાર પણ વાંચો : રશિયા-યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે વિદેશ મંત્રી જયશંકરે સંસદમાં આપ્યું નિવેદન, કહ્યું- મુશ્કેલ પરિસ્થિતિમાં પણ યૂક્રેનથી અમે આટલા હજારથી વધુ વિદ્યાર્થીઓને પરત લાવ્યા…
