Site icon

ભિખારી પાકિસ્તાનમાં પણ દેશના સંસાધનો પર અમુક લોકોનો કબ્જો. ક્યાંય કાયદાનું શાસન નથી, ઇમરાને વાત સ્વિકારી. જાણો વિગતે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

બુધવાર 

કાયદાનું શાસન ન હોવાથી દેશ તે ઊંચાઈ પર ન પહોંચી શક્યો જ્યાં અમારે પહોંચવાનું હતું. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ સમાજ નિયમોનુસાર ન ચાલે ત્યાં સુધી તે પ્રગતિ કરી શકતો નથી. મોટાભાગના વિકાસશીલ દેશોમાં આ સમસ્યા છે. પાકિસ્તાનમાં ગરીબો માટે અલગ કાયદા છે અને સંપત્તિવાનો માટે અલગ કાયદા છે. ગુનો કરનારાની ગુણવત્તાના આધારે કાયદો કામ કરે છે. જાે તમે ધનવાન છો તો ટોચના સ્થાન પર બેસી શકશો અને ગરીબ હશો તો આજીવન સંઘર્ષ કરતાં રહેશો. તેમણે જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાનને કલ્યાણકારી ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માંગે છે જેવી કલ્પના મદીનાને લઈને મોહમ્મદ પયગંબરે કરી હતી. તેમની સરકાર બે સિદ્ધાંતો પર ચાલીને દેશને આગળ લઈ જવા માંગે છે. તેમા એક સિદ્ધાંત પાકિસ્તાનને કલ્યાણકારી દેશ બનાવવાનો છે અને બીજાે સિદ્ધાંત કાયદાનું શાસન સ્થાપિત કરવાનો છે. ઇમરાને આ ઉપરાંત જણાવ્યું હતું કે મોટાભાગના મુસ્લિમ દેશોના શાસક પોતાના પરનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. તેઓ સમાધાન કરી સત્તામાં આવે છે અને પછી સત્તા પર રહેવા માટે સમાધાન કરે છે. તે પોતાના વ્યક્તિગત ફાયદા માટે કામ કરે છે. તેથી પ્રજાના હિતો કોરાણે રહી જાય છે.પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને માન્યું છે કે સંસાધનો પર ખાસ લોકોના કબ્જાે છે અને દેશમાં કાયદાના શાસનનો અભાવ દેશના પછાતપણા પાછળનું મુખ્ય કારણ છે. ઇમરાન ખાને આ વાત અમેરિકાના મુસ્લિમ વિદ્વાન શેખ હમજા યુસુફ સાથે ઓનલાઇન ઇન્ટરવ્યુમાં જણાવી હતી. શેખ કેલિફોર્નિયામાં જેતુના કોલેજમાં પ્રમુખ છે. ઇમરાન ખાન આ પહેલા પાકિસ્તાનમાં હજારો આતંકવાદીઓ સક્રિય હોવાની વાત સ્વીકારી ચૂક્યા છે. ઇમરાન ખાને જણાવ્યું હતું કે કેટલાક ખાસ લોકોએ સંસાધનો પર કબ્જાે કરતાં પ્રજાનો મોટો હિસ્સો આરોગ્ય, શિક્ષણ અને ન્યાયની સગવડથી વંચિત છે

મહારાષ્ટ્રમાં  ગુલાબી ઠંડીનો અહેસાસ: મુંબઈમાં ૨ ડીગ્રીનો ઘટાડો નોંધાયો

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version