ચોમાસુ સત્રની શરૂઆત હંગામા સાથે થઇ છે, જેના પગલે લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત થતી રહી.
જે બાદ આજે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી કાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરાઇ છે.
આ પહેલા સત્ર શરૂ થતાં જ સંસદમાં વિપક્ષનો ભારે હોબાળો થતાં લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, વિપક્ષી પાર્ટીઓ સરકારને ખેડૂત આંદોલન, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દે ઘેરવાના પ્રયાસમાં છે.
