ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 સપ્ટેમ્બર 2020
આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. કોરોનાને લીધે 20 વર્ષમાં પહેલીવાર સર્વદળીય બેઠક યોજાઈ નથી. જો કે, લોકસભા-રાજ્યસભાના તમામ સાંસદોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જેમાં 5 જેટલાં સભ્યો કોરોના પોઝિટીવ નીકળ્યા છે..
સત્રની શરૂઆત પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કર્યું. સંસદ સત્ર શરૂ થતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે "એક વિશિષ્ટ વાતાવરણમાં સંસદનું સત્ર શરૂ થઇ રહ્યું છે, કોરોના પણ છે અને કર્તવ્ય પણ છે. પરંતુ તમામ સાંસદોએ કર્તવ્યનો રસ્તો પસંદ કર્યો છે, તમામ સાંસદોને આ પહેલ માટે અભિનંદન પાઠવું છું."
ચીનની સાથે સરહદ પર ચાલી રહેલા તણાવની સ્થિતિ પર પીએમે કહ્યું કે, જ્યારે સેનાના વીર-જવાન સરહદ પર ખડેપગે તૈનાત છે, જવાન દુર્ગમ પહાડીઓમાં વિસમ હવામાનમાં દેશની રક્ષા કરી રહયાં છે. એવામાં ગૃહના તમામ સભ્ય, એક ભાવથી સેના માટે સંદેશ આપશે કે સેનાના જવાનોની પાછળ આખો દેશ, પક્ષ-વિપક્ષ ઉભો છે.
લોકસભામાં ચર્ચા દરમ્યાન કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ અચાનક ચીન સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે ચેયર દ્વારા રક્ષા મંત્રીને સંબોધિત કરતાં કહ્યું કે કેટલાંય મહિનાઓથી હિન્દુસ્તાનના લોકો ભારે તણાવમાં છે. કારણ કે આપણી સરહદમાં ચીન…આટલું બોલતા જ સ્પીકરે તેમને રોકી દીધા અને કહ્યું કે તેના પર બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં મીટિંગ થશે, અત્યારે ચર્ચા નહીં થાય.
આજથી 18 દિવસ ચાલનારા ચોમાસુ સત્રમાં અનેક બિલો પસાર કરવામાં આવશે. જેમાંથી સરકારે 23 બિલોની યાદી તૈયાર કરી છે. જેમાંથી કેટલાક નીચે મુજબ છે.
• 1 એપ્રિલ, 2020 થી એક વર્ષ સુધી સાંસદોના પગારમાં 30 ટકા ઘટાડાનું બિલ
• આરોગ્ય કર્મચારી વિરૂદ્ધ થતી હિંસા સામે રક્ષણનું બિલ
• ફાર્મર્સ પ્રોડ્યુસર ટ્રેડ એન્ડ કોમર્સ બિલ- 2020
• ડોGયુમેન્ટ અનુસાર મલ્ટી સ્ટેટ કો. સોસાયટી બિલ- 2020
• ફેકટોરિંગ રેગ્યુલેશન બિલ -2020
• પ્રોહિબિશન ઓફ એમ્પલોયમેન્ટ એસમેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહાબિલિટેશન બિલ- 2020