Site icon

Parliament Special session:આ BJP સાંસદે શરમ નેવે મૂકી, લોકસભામાં કહ્યા અત્યંત અભદ્ર શબ્દો, સ્પીકરે આપી ચેતવણી. જુઓ વિડિયો..

Parliament Special session:લોકસભામાં તેમણે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો અને જે રીતે તેમને સાંભળીને પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન હસ્યા, ત્યારે આ દ્રશ્યથી ઘણા લોકો નારાજ થયા છે. આ અંગે ભાજપના સમર્થકોએ મૌન સેવ્યું છે.

Parliament Special session BJP MP Ramesh Bidhuri abuses BSP MP Danish Ali in Lok Sabha; opposition demand strict action

Parliament Special session BJP MP Ramesh Bidhuri abuses BSP MP Danish Ali in Lok Sabha; opposition demand strict action

News Continuous Bureau | Mumbai 

Parliament Special session: ગુરુવાર, 21 સપ્ટેમ્બરના રોજ લોકસભામાં ( Lok Sabha ) ચંદ્રયાન ( Chandrayaan ) પર ચર્ચા દરમિયાન, દિલ્હીના બીજેપી સાંસદ ( BJP MP ) રમેશ બિધુરીએ ( Ramesh Bidhuri ) અમરોહાથી બસપાના સાંસદ ( BSP MP ) કુંવર દાનિશ અલીને ( Kunwar Danish Ali ) અપશબ્દો કહ્યા હતા. રમેશ બિધુરી જ્યારે અપશબ્દો કહી રહ્યા હતા ત્યારે કોડીકુંનીલ સુરેશ ખુરશી પર બેઠા હતા. તેમણે સાંસદને બેસવા કહ્યું, પણ તે ચૂપ ન થયા. હવે બિધુરીના અપશબ્દોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Join Our WhatsApp Community

દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ બિધુરીને ચેતવણી આપી છે કે જો ફરીથી આવું થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, બિધુરીના અપશબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

જુઓ વિડીયો

વીડિયોમાં જોઈ શકાય છે કે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદ રમેશ બિધુરી ‘ઓય…, ઓય આતંકવાદી, એ આતંકવાદી વચ્ચે ન બોલ, આ આતંકવાદી-ઉગ્રવાદી છે, આ મુલ્લો આતંકવાદી છે… આની વાત નોટ કરતા રહેજો, હું હવે આ મુલ્લાને બહાર જોઈ લઈશ.’ અપશબ્દો બોલી રહ્યા છે. તેઓ સંસદમાં દક્ષિણ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભામાં તેમણે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો અને જે રીતે તેમને સાંભળીને પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન હસ્યા, ત્યારે આ દ્રશ્યથી ઘણા લોકો નારાજ થયા છે. આ અંગે ભાજપના સમર્થકોએ મૌન સેવ્યું છે.

સસ્પેન્ડ કરવાની માંગ

કોંગ્રેસે શુક્રવારે બિધુરીને તેમની કથિત વાંધાજનક ટિપ્પણીને લઈને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પત્રકારોને જણાવ્યું કે સાંસદ રમેશ બિધુરી સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે જે કહ્યું તે સંસદનું અપમાન છે. તેમને સખતમાં સખત સજા મળવી જોઈએ. માત્ર રાજનાથ સિંહની માફી પૂરતી નથી.

આ સમાચાર પણ વાંચો :  Chandrayaan 3: હવે શું થશે ચંદ્રયાનનું? શું શિવ-શક્તિ પોઈન્ટ પર ફરી પડશે સવાર, શું ફરી જાગશે વિક્રમ અને પ્રજ્ઞાન? જાણો સમગ્ર મુદ્દો વિગતે..વાંચો અહીં..

રાજનાથ સિંહે માંગી માફી

આ મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે રાજનાથ સિંહે કહ્યું કે હું રમેશ બિધુરીની આખી વાત સાંભળી ન શક્યો. પરંતુ વિપક્ષી બેંચ પર બેઠેલા સભ્યોએ કહ્યું કે આનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેને રેકોર્ડમાં દર્શાવો. જો આવી કોઈ વસ્તુ હોય તો તેને રેકોર્ડમાંથી કાઢી નાખો. જો તેણે એવું કંઈ કહ્યું હોય જેનાથી તેની લાગણીઓને ઠેસ પહોંચી હોય, તો તેના માટે હું દિલગીર છું.

Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ
Exit mobile version