Site icon

Parliament Winter Session: નેહરુની આ ભૂલને કારણે બન્યું PoK?, કાશ્મીરી પંડિતોને… ખીણ સંબંધિત આ 2 બિલ રજૂ કર્યા, જાણો ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં શું કહ્યું?

Parliament Winter Session: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ 2023 પર ચર્ચા દરમિયાન કહ્યું, જો યુદ્ધવિરામમાં ત્રણ દિવસનો વિલંબ થયો હોત, તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) આજે ભારતનો વિસ્તાર હોત. અમારો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવામાં આવ્યો, જે એક મોટી ભૂલ છે. કોંગ્રેસના સાંસદોએ અમિત શાહના આ નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને ગૃહમાં ભારે હોબાળો થયો હતો.

Parliament Winter Session Amit Shah blames Nehru for PoK issue, Congress MPs stage walkout

Parliament Winter Session Amit Shah blames Nehru for PoK issue, Congress MPs stage walkout

News Continuous Bureau | Mumbai

Parliament Winter Session: કેન્દ્રીય ગૃહમંત્રી ( Union Home Minister ) અમિત શાહે ( Amit Shah ) આજે લોકસભામાં કોંગ્રેસ ( Congress )  પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે નેહરુની ભૂલોના કારણે પીઓકેની ( PoK ) રચના થઈ હતી. અમિત શાહે કહ્યું કે, પંડિત નહેરુ ( Pandit Nehru ) જ્યારે વડાપ્રધાન હતા ત્યારે બે મોટી ભૂલો થઈ હતી, જેના કારણે કાશ્મીરને ( Kashmir ) વર્ષો સુધી ભોગવવું પડ્યું હતું. જ્યારે આપણી સેના જીતી રહી હતી, ત્યારે પંજાબ વિસ્તારમાં પહોંચતાની સાથે જ યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ( PoK ) નો જન્મ થયો હતો.

Join Our WhatsApp Community

કોંગ્રેસના સાંસદોએ વાંધો વ્યક્ત કર્યો હતો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ 2023 ( Jammu and Kashmir Reservation Bill 2023 ) અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ 2023 ( Jammu and Kashmir Reorganization Bill 2023) પર ચર્ચા દરમિયાન કહ્યું, જો યુદ્ધવિરામમાં ત્રણ દિવસનો વિલંબ થયો હોત, તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) આજે ભારતનો વિસ્તાર હોત. અમારો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવામાં આવ્યો, જે એક મોટી ભૂલ છે. કોંગ્રેસના સાંસદોએ અમિત શાહના આ નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને ગૃહમાં ભારે હોબાળો થયો હતો.

કોંગ્રેસના સાંસદોએ વોકઆઉટ કર્યું

તેના પર અમિત શાહે કહ્યું કે જો તમારે ગુસ્સો કરવો જ હોય ​​તો મારા પર નહીં પણ નેહરુ પર ગુસ્સો કરો. આ પછી કોંગ્રેસના સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. અમિત શાહે કહ્યું, પહેલાં જમ્મુમાં 37 સીટો હતી, હવે 43 છે. પહેલા કાશ્મીરમાં 46 સીટો હતી, હવે 47 છે અને PoKમાં 24 સીટો આરક્ષિત છે કારણ કે PoK અમારું છે.

આ સમાચાર પણ વાંચો : Closing Bell: ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સતત ત્રીજા સેશનમાં સેન્સેક્સ નિફટી ઉછાળા સાથે થયા બંધ.. રોકાણકારોને થઇ અધધ આટલા કરોડની કમાણી..

આ પછી ગૃહમંત્રી અમિત શાહે તેમની સરકારની ઘણી સિદ્ધિઓ ગણાવી. તેમણે કહ્યું, મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું. કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાં 5 લાખ રૂપિયા સુધીના તમામ લોકોની સારવારનો ખર્ચ ઉઠાવે છે. હવે ખીણમાં 100 થી વધુ ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું છે અને 100 થી વધુ મૂવી થિયેટરો માટે બેંક લોનની દરખાસ્તો પ્રક્રિયામાં છે.

લોકસભા ચૂંટણીમાં ( Lok Sabha elections ) જીતનો દાવો

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું, મને વિશ્વાસ છે કે 2024માં મોદી સરકાર ફરી સત્તામાં આવશે અને મને આશા છે કે 2026 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. ગૃહ પ્રધાન અમિત શાહના ભાષણ પછી, જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે.

PM Modi Jalandhar Visit: વડાપ્રધાનના પ્રવાસ પહેલા જાલંધરની 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
Pakistan Economic Crisis: પાકિસ્તાન બરબાદીના આરે! PM શાહબાઝ શરીફના એક નિવેદને દુનિયાભરમાં જગાવી ચર્ચા; જાણો પાકિસ્તાન કેમ બની રહ્યું છે ‘આર્થિક ગુલામ’?
Namo Bharat Train: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં તમે બર્થડે પાર્ટી અને પ્રી-વેડિંગ શૂટ કરી શકશો; જાણો બુકિંગનો ખર્ચ અને નિયમો
Kishtwar Encounter: જમ્મુમાં ફરી સુરક્ષાબળોનો એક્શન મોડ! કિશ્તવાડમાં આતંકીઓ અને સેના વચ્ચે સામસામે ફાયરિંગ; ઘેરાયેલા આતંકીઓ પાસે મોટા પ્રમાણમાં હથિયારો હોવાની આશંકા
Exit mobile version