Site icon

આ ફક્ત ભારતમાં જ શક્ય છે. આગ્રામાં પોપટે ખોલ્યું મહિલાની હત્યાનું રહસ્ય!, જુબાનીથી હત્યારાને થઈ આજીવન કેદની સજા

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ઘટના સામે આવી છે જેમાં એક પોપટે મરતા પહેલા હત્યા સમયના અનેક રહસ્યો ખોલી નાખ્યા. જેના પરિણામે હથિયારો પકડાયો અને તેને આજીવન કેદની સજા થઈ.

News Continuous Bureau | Mumbai

આજના સમયમાં માણસ વફાદાર નથી પરંતુ માણસોના પાળેલા પશુ અને પક્ષીઓ વધુ વફાદાર છે. આ વાતની સાબિતી પૂરતો એક કિસ્સો આગ્રા ખાતે બન્યો છે. વિજય શર્મા, તેની પત્ની નીલમ, એક પુત્ર, એક પુત્રી અને પિતા આનંદ શર્મા આગ્રામાં એક મોટા મકાનમાં રહેતા હતા. અહીં નીલમ શર્માની તેમજ તેના પાળેલા કૂતરાની હત્યા કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

આ ઘટના સંદર્ભે પોલીસે તપાસ કરી પરંતુ તેમને કોઈ પણ સગડ મળ્યા નહીં. ત્યારે પોપટ વારંવાર આશુ નામના એક વ્યક્તિનું નામ ઉચ્ચારી રહ્યો હતો. . શરૂઆતમાં પરિવારના સભ્યોને આ વાત સમજાઈ નહીં પરંતુ ત્યારબાદ પોલીસનો સંપર્ક કરતા આશુ નામના વ્યક્તિની શોધખોળ ચલાવવામાં આવી.

આ સમાચાર પણ વાંચો : આજે ચૈત્ર નવરાત્રીનો ચોથો દિવસ.. આજના દિવસે કરવામાં આવે છે માતા કુષ્માંડાની પૂજા, જાણો પૂજા વિધિ, મુહૂર્ત અને મંત્ર

આશુતોષ નામનો વ્યક્તિ વિજય શર્મા ના બહેન નો દીકરો હતો. એટલે કે સગો ભાણિયો. પરંતુ તેણે પૈસા અને સોનાની લાલચમાં આવીને વિજય શર્મા ના ઘરે ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કર્યો અને ત્યારબાદ નીલમ ની હત્યા કરી નાખી. આ હત્યા કરતી વખતે કુતરાએ આશુતોષ પર હુમલો કર્યો ત્યારે આશુતોષે કૂતરાને પણ મારી નાખ્યો. આ હત્યાકાંડ સમયે ઘરમાં વિજય શર્મા હાજર ન હોવાથી તેમજ આશિતોષે બહાર જતા પહેલા બધા જ સબૂત મિટાવી દીધા હતા.

ઘણા લાંબા સમય સુધી આ હત્યાકાંડનો ભેદ ઉકેલાયો નહીં પરંતુ હત્યા ના સમયે નીલમ વારંવાર આશું આ નામનું ઉચ્ચારણ કરી રહી હતી. આ શબ્દને પોપટ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. જ્યારે પરિવારના સભ્યોએ નું નામ લીધું ત્યારે પોપટએ શોર મચાવવાનો શરૂ કરી દીધો. તેમજ વારંવાર આશુનું નામ લેતો રહ્યો. આ પોપટ નીલમનો સૌથી પ્રિય હતો તેમ જ નીલમે તેનો ઉછેર કર્યો હતો. . પોલીસે આશુની ધરપકડ કરી તેમ જ ઉલટ તપાસ માટે કશું જ બોલ્યો નહીં. જ્યારે પોલીસે ઇન્વેસ્ટિગેશન આગળ વધાર્યું ત્યારે આખી વાત બધાની સામે આવી અને દરેક વ્યક્તિ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.

નીલમની હત્યાના છ મહિના પછી પોપટની પણ મૃત્યુ થઈ. જ્યારે આ કેસ કોર્ટમાં પહોંચ્યો ત્યારે જજ પાસે એકેય નહોતી. આ કારણથી જજે પોપટની જુબાનીને માન્ય ગણી અને આશુતોષની કબૂલી ના આધારે આશિતોષને આજીવન જેલની સજા ફટકારી.

આમ એક પોપટની જુબાનીએ હત્યાનો રાઝ ખોલ્યો.

CP Radhakrishnan: મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો હવાલો આચાર્ય દેવવ્રતને સોંપાયો
Fast Track Immigration: વિદેશ યાત્રા કરતા લોકો માટે સારા સમાચાર, હવે લખનૌ સહિત દેશના 13 એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન સેવા ઉપલબ્ધ
PM Modi: PM મોદીએ મોરેશિયસના PM સાથે કરી મુલાકાત, જાણો બંને વચ્ચે કયા કરારો પર થયા હસ્તાક્ષર
ISIS: દેશમાં મોટું આતંકી કાવતરું થયું નિષ્ફળ, ૩ રાજ્યોમાંથી ISIS ના આટલા શંકાસ્પદ આતંકીઓની ધરપકડ
Exit mobile version