Site icon News Continuous Bureau | Mumbai

ચીનમાં કોરોના વાયરસે ફરી દેખા દીધી, રાજધાની બેઇજિંગમાં બીજીવાર લોકડાઉન જાહેર કરાયું…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

13 જુન 2020

ચીનની રાજધાની બેઇજિંગના કેટલાક ભાગોમા ફરીથી નવાં કોવિડ -19 કેસ મળ્યા બાદ ફરીથી તાળાબંધી કરવામાં આવી છે. આ નવા કેસો બેઇજિંગના ઝીનફાદી જથ્થાબંધ બજાર સાથે જોડાયેલા છે, હજી સુધીમાં છ કોરોના સંક્રમિત કેસોની શનિવારે પુષ્ટિ થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. 

આ સાથે જ નજીકની નવ શાળાઓ અને કિન્ડરગાર્ડન બંધ કરાવવામાં આવ્યું છે. જ્યારે ઝીનફાદી માર્કેટમાં 4000 જેટલા ભાડુઆત, સ્ટોલ ધરાવતા લોકોનું અને હવામાના કણોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ આખી માર્કેટને સેનિટાઈ કરવામાં આવશે એમ સત્તાવાર ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે. 

રાષ્ટ્રીય આરોગ્ય પંચે જણાવ્યું હતું કે શુક્રવારે બેઇજિંગમાં છ નવા કેસની પુષ્ટિ થઈ છે. પ્રથમ ત્રણ કેસોની ટેસ્ટ પોઝીટીવ આવ્યાં બાદ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. જેમાં ચેપગ્રસ્ત લોકોમાંથી બે બજારમાં ગયા હતા. શહેર અધિકારીઓએ શુક્રવારે મોડી રાતે કહ્યું કે તમામ કામદારોનું કોરોના વાયરસ ટેસ્ટ  કરવામાં આવ્યુ છે. સાથે જ સરકારે તમામ જથ્થાબંધ બજારોમાંથી, ખોરાક અને પર્યાવરણના નમૂનાઓના પરીક્ષણ કરવાનાં આદેશ પણ આપ્યા છે….

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version