Site icon News Continuous Bureau | Mumbai

પેગાસસ જાસૂસી: પૂર્વ CJI ગોગોઈ પર આરોપ લગાવનારી મહિલા સહિત તેના પરિવારના 11 ફોન નંબર ટાર્ગેટ પર, થયો આ મોટો ખુલાસો

પેગાસસ સ્પાયવેર જાસૂસી કેસમાં ઘણા ચોંકાવનારા સમાચાર બહાર આવી રહ્યા છે. 

દેશના ભૂતપુર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ પર યૌન શોષણનો આરોપ લગાવનારી સુપ્રીમ કોર્ટની ભૂતપુર્વ સ્ટાફ પણ ફોન હેકિંગ કેસમાં ટાર્ગેટમાં હતી. 

Join Our WhatsApp Channel

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ સ્ટાફર ના ત્રણ ફોન નંબર પર ચાંપતી નજર રાખવામાં આવતી હતી. 

કુલ મળીને મહિલા ફરિયાદકર્તા અને તેના પરિવારના અન્ય 11 ફોન નંબર્સને ટાર્ગેટ બનાવામાં આવ્યા હતા.

આ માટે અપરિચિત ભારતીય એજન્સીએ ઈઝરાયલી સ્પાયરવેર પેગાસસનો ઉપયોગ કર્યો હતો. પેગાસસ બનાવનારી કંપની NSO ગ્રુપના સંભવિત ગ્રાહકોની યાદીમાં આ ભારતીય એજન્સીનું નામ છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની આંતરિક સમિતિએ યૌન શોષણ કેસમાં રંજન ગોગોઈને ક્લીનચિટ આપી હતી. રંજન ગોગોઈ નિવૃત્ત થયા એ બાદ તરત જ એમને નરેન્દ્ર મોદી સરકારે રાજ્યસભાનું સભ્યપદ આપ્યું હતું.

INS Samarthak Induction દરિયાઈ સીમાઓ વધુ અભેદ્ય બનશે સંપૂર્ણ સ્વદેશી બનાવટનું અત્યાધુનિક જહાજ ‘સમર્થક’ ૧૬ ઓક્ટોબરે સેનામાં થશે સામેલ
Opposition Leaders Tea Meeting રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી નેતાઓની ટીપાર્ટી, સંસદથી લઈને ચૂંટણી સુધીની આગળની સંયુક્ત રણનીતિ ઘડાશે
Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Exit mobile version