ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
સાઉથ ચાઈના સીમાં બીજા દેશો સામે દાદાગીરી કરી રહેલા ચીનને ભારતે મોટો ઝટકો આપ્યો છે.
ચીનની દાદાગીરીનો સામનો કરી રહેલા ફિલિપાઈન્સે ભારત પાસે દુનિયાની સૌથી ઝડપી સુપર સોનિક અને એન્ટી શિપ ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસ ખરીદવાનુ નક્કી કર્યું છે.
ખાસ વાત એ છે કે બ્રહ્મોસ મિસાઈલનો આ પહેલો વિદેશી ઓર્ડર છે. જે 37 કરોડ ડોલરમાં થયો છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફિલિપાઈન્સના સંરક્ષણ વિભાગ દ્વારા આ માટે બ્રહમોસ બનાવતી કંપનીના અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે.
આ મિસાઈલ પ્રતિ કલાક 4321 કિમી ઝડપે દુશ્મનના લક્ષ્યાંક પર પ્રહાર કરવા માટે સક્ષમ છે.
