ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે બ્રહ્મોસ મિસાઈલ માટેની ડીલ ફાઈનલ થઈ ગઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ 374 મિલિયન ડોલરની આ ડીલ માટે બ્રહમોસ બનાવતી કંપની બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ સાથે ફિલિપાઈન્સ સરકારે કરાર કર્યા છે.
ચીન સાથેના તણાવ વચ્ચે પોતાની નૌસેનાને મજબૂત બનાવવા માટે ફિલિપાઈન્સ બ્રહ્મોસ ખરીદી રહ્યુ છે.
ફિલિપાઈન્સના ટોચના સંરક્ષણ અધિકારીઓ તેમજ ભારતના ફિલિપાઈન્સ ખાતેના રાજદૂત આ દરમિયાન હાજર રહ્યા હતા.
બ્રહ્મોસ મિસાઈલની ક્ષમતા ફિલિપાઈન્સની નૌસેનાને મજબૂત કરશે.
આ એન્ટિ શિપ ક્રૂઝ મિસાઈલ 350 થી 400 કિમી દુર સુધી માર કરી શકે છે. તેની ઝડપ અવાજ કરતાં લગભગ ત્રણ ગણી વધારે છે. જેના પગલે તેને ટાર્ગેટ કરવી પણ સહેલી નથી.