Site icon

Pilot Shambhavi Pathak:દિલ્હીના પરિવાર પર આભ તૂટ્યું: પાઈલટ દીકરીના લગ્નની કંકોત્રી છપાવાની હતી અને કાળમુખી દુર્ઘટનાએ માતમ ફેલાવ્યો

Pilot Shambhavi Pathak:બારામતી વિમાન દુર્ઘટનામાં પાઈલટ શંભવીનું નિધન; એરફોર્સ સ્કૂલમાં શિક્ષિકા માતા અને પૂર્વ પાયલટ પિતાના માથે દુઃખનો પહાડ તૂટ્યો.

Pilot Shambhavi Pathakદિલ્હીના પરિવાર પર આભ તૂટ્યું પાઈલટ દીકરીના લગ્નની

Pilot Shambhavi Pathakદિલ્હીના પરિવાર પર આભ તૂટ્યું પાઈલટ દીકરીના લગ્નની

News Continuous Bureau | Mumbai
Pilot Shambhavi Pathak:મહારાષ્ટ્રના બારામતીમાં બુધવારે થયેલા લિયરજેટ-45 વિમાન અકસ્માતમાં જીવ ગુમાવનારા પાંચ લોકોમાં ફર્સ્ટ ઓફિસર કેપ્ટન શંભવી પાઠક પણ સામેલ હતી. દિલ્હીના સફદરજંગ એન્ક્લેવમાં રહેતી 25 વર્ષીય શંભવીના મોતની ખબર મળતા જ આખા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શંભવીના પિતા જે પોતે સેનાના નિવૃત્ત પાઈલટ છે, તે સમાચાર મળતા જ પુણે જવા રવાના થયા હતા. શંભવી પાઠક ‘વીએસઆર વેન્ચર્સ’ (VSR Ventures) કંપનીમાં કાર્યરત હતી. અકસ્માતના દિવસે તે અજીત પવારને લઈને મુંબઈથી બારામતી જઈ રહી હતી. લેન્ડિંગની ગણતરીની મિનિટો પહેલા જ વિમાન ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. પાડોશીઓના જણાવ્યા મુજબ, શંભવીના ઘરે તેના લગ્ન માટેની તૈયારીઓ ચાલી રહી હતી.

અભ્યાસ અને પાઈલટ બનવા સુધીની સફર

શંભવીએ એરફોર્સ બાલ ભારતી સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. બાળપણથી જ આકાશમાં ઉડવાનું સપનું જોતી શંભવીએ ન્યુઝીલેન્ડથી ફ્લાઇટ ટ્રેનિંગ લઈને કોમર્શિયલ પાઈલટનું લાયસન્સ મેળવ્યું હતું. તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એરોનોટિક્સમાં બી.એસસી.ની ડિગ્રી પણ મેળવી હતી. તે ખૂબ જ મહેનતુ અને શાંત સ્વભાવની યુવતી હતી.

Join Our WhatsApp Community

પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ

શંભવીનો નાનો ભાઈ ભારતીય નૌસેનામાં (Indian Navy) કાર્યરત છે. એક દીકરો દેશની સરહદો સાચવી રહ્યો છે અને દીકરી આકાશમાં ઉંચી ઉડાન ભરી રહી હતી, ત્યારે અચાનક આવેલી આ દુર્ઘટનાએ હસતા-રમતા પરિવારને વિખેરી નાખ્યો છે. પાડોશીઓએ ભીની આંખે જણાવ્યું કે શંભવી અત્યંત વિનમ્ર હતી અને જ્યારે પણ રસ્તામાં મળતી ત્યારે બધાને હસીને ‘નમસ્તે’ કહેતી હતી.

આ સમાચાર પણ વાંચો: Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?

DGCA દ્વારા તપાસ તેજ

નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) ની ટીમ બારામતી પહોંચી છે અને વિમાનના બ્લેક બોક્સ (Black Box) તથા અન્ય ટેકનિકલ પાસાઓની તપાસ કરી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ ખરાબ હવામાન અથવા એન્જિનમાં ખામી હોઈ શકે છે. શંભવીનો પાર્થિવ દેહ પોસ્ટમોર્ટમ બાદ દિલ્હી લાવવામાં આવશે, જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

PM Modi: બજેટ પહેલા પીએમ મોદીનો મોટો સંકેત: “હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર નીકળી પડ્યા છીએ”, જાણો દેશ માટે શું છે વડાપ્રધાનનો પ્લાન
Republic Day 2026 Winners: જાણો કોની ઝાંખી રહી સૌથી શ્રેષ્ઠ? ગણતંત્ર દિવસ પરેડના પરિણામો જાહેર: મહારાષ્ટ્ર, ગુજરાત અને નૌસેનાએ મારી બાજી
India-EU FTA: ભારત-EU વ્યાપાર સમજૂતી: ખેડૂતોના હિતમાં મોદી સરકારનો મોટો નિર્ણય; ડેરી, ચોખા અને ઘઉં પર આયાત ડ્યુટીમાં કોઈ છૂટ નહીં
Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Exit mobile version