19 જુલાઇથી શરૂ થનાર ચોમાસુ સત્ર પહેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને મોટું પ્રમોશન મળ્યું છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા પિયૂષ ગોયલની રાજ્યસભામાં સદનના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
થાવરચંદ્ર ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા બાદ પિયુષ ગોયલને આ જવાબદારી સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ મોદી સરકારના મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવ્યા. હવે તે વાણિજ્ય મંત્રી છે. આ ઉપરાંત તેમની પાસે ઉપભોક્તા અને ખાદ્ય આપૂર્તિ મંત્રાલય પણ છે.
