મોદી સરકારની મુશ્કેલીઓ વધી, પેગાસસ જાસુસી મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર ; જાણો ક્યારે થશે સુનાવણી 

મોદી સરકાર પેગાસસ જાસૂસી કાંડને લઈને ઘણી વિવાદોમાં ઘેરાઈ છે. 

સંસદથી લઈને રસ્તા સુધી સરકાર આ મુદ્દે વિપક્ષના નિશાના પર છે અને હવે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. 

સુપ્રીમ કોર્ટ પેગાસસ કાંડની સુનાવણી માટે સંમત થઈ ગઈ છે.

પેગાસસ જાસૂસી કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં આગામી સપ્તાહ સુનાવણી કરશે. શુક્રવારે ચીફ જસ્ટિસ એનવી. રમણાની બેન્ચ સામે આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું છે કે, તેઓ આગામી સપ્તાહે કેસને સાંભળશે.

ઉલ્લેખનીય છે કે આ મામલે તાત્કાલીક સુનાવણી કરવા માટે વરિષ્ઠ પત્રકાર એન રામ અને શશિ કુમારે અરજી કરી હતી. જેમા એક રિટાયર્ડ જજની અધ્યક્ષતમાં સુનાવણી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

રાજ્યના ૪૦ ટકા વિદ્યાર્થીઓનો CETની પરીક્ષાઆપવાનો ઇનકાર; ૨૬ ટકા વિદ્યાર્થીઓ હજી અસમંજસમાં, સર્વેમાં સામે આવ્યો વિદ્યાર્થીઓનો મત, જાણો વિગત

Exit mobile version