Quiz : પ્રધાનમંત્રીએ જીજ્ઞાસાના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા – વિશ્વની સૌથી મોટી ક્વિઝ પૈકીની એક 17 ભાષાઓમાં 10 લાખથી વધુ વખત રમાઈ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીજ્ઞાસાના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે - ભારતના પ્રાચીન સભ્યતાના મૂલ્યો, તેની સંસ્કૃતિના વિકાસ, સમૃદ્ધ ભૂતકાળ અને નૈતિકતાના ભવ્ય સમાગમ વિશે 17 ભાષાઓમાં 10 લાખથી વધુ વખત રમાયેલી વિશ્વની સૌથી મોટી ક્વિઝમાંની એક છે.
“જિજ્ઞાસાના તમામ વિજેતાઓને અભિનંદન. યુવાનોમાં આપણા ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે જ્ઞાન વધારવાનો આ એક વ્યાપક પ્રયાસ હતો. આ ક્વિઝ માટે આવો અસાધારણ પ્રતિસાદ જોઈને આનંદ થયો.”