Site icon News Continuous Bureau | Mumbai

PM E-Bus : મંત્રીમંડળે સિટી બસની કામગીરી વધારવા માટે “પીએમ-ઇ-બસ સેવા”ને મંજૂરી આપી સંગઠિત બસ સેવા ન ધરાવતાં શહેરોને પ્રાથમિકતા

169 શહેરોમાં પીપીપી મોડલ પર 10,000 ઇ-બસો તૈનાત કરવામાં આવશે. ગ્રીન અર્બન મોબિલિટીની પહેલ હેઠળ 181 શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવામાં આવશે આ યોજનાનો કુલ અંદાજિત ખર્ચ રૂ.57,613 કરોડ થશે 45,000થી વધુ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થવાની અપેક્ષા

PM E-Bus : Cabinet approves "PM-E-Bus Seva" to increase city bus operations giving priority to cities without organized bus service

PM E-Bus : Cabinet approves "PM-E-Bus Seva" to increase city bus operations giving priority to cities without organized bus service

News Continuous Bureau | Mumbai 

PM E-Bus Service : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે બસ યોજનાને મંજૂરી આપી છે. “પીએમ-ઈબસ સેવા” પી.પી.પી. મોડેલ પર 10,000 ઇ-બસો દ્વારા સિટી બસની કામગીરી વધારવા માટે. આ યોજનાનો અંદાજિત ખર્ચ રૂ.57,613 કરોડ થશે, જેમાંથી રૂ.20,000 કરોડની સહાય કેન્દ્ર સરકાર આપશે. આ યોજના 10 વર્ષ સુધી બસની કામગીરીને ટેકો આપશે.

Join Our WhatsApp Channel

ન પહોંચેલ સુધી પહોંચવું:

આ યોજના 2011ની વસ્તી ગણતરી મુજબ ત્રણ લાખ કે તેથી વધુ વસ્તીવાળા શહેરોને આવરી લેશે, જેમાં કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ રાજધાની શહેરો, ઉત્તર પૂર્વીય ક્ષેત્ર અને પર્વતીય રાજ્યોનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ સંગઠિત બસ સેવા ન ધરાવતા શહેરોને પ્રાધાન્ય આપવામાં આવશે.

પ્રત્યક્ષ રોજગારીનું સર્જન:

આ યોજનાથી સિટી બસ સંચાલનમાં આશરે 10,000 બસોની તૈનાતી દ્વારા 45,000 થી 55,000 સીધી રોજગારીનું સર્જન થશે.

સ્કીમના બે સેગમેન્ટ છે:

સેગમેન્ટ A – સિટી બસ સેવાઓમાં વધારો: (169 શહેરો)

મંજૂર થયેલી બસ યોજના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ પર 10,000 ઇ-બસો સાથે સિટી બસની કામગીરી વધારશે.

સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેપો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ/અપગ્રેડેશન માટે ટેકો પૂરો પાડશે. અને ઇ-બસો માટે મીટર પાછળનું પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સબસ્ટેશન, વગેરે) ઊભું કરવું.

આ સમાચાર પણ વાંચો : Central Cabinet : કેન્દ્રીય કેબિનેટે ₹14,903 કરોડના ખર્ચ સાથે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને મંજૂરી આપી

સેગમેન્ટ B– ગ્રીન અર્બન મોબિલિટી ઇનિશિયેટિવ્સ (જીયુએમઆઇ): (181 શહેરો)

આ યોજનામાં બસ પ્રાથમિકતા, માળખાગત સુવિધા, મલ્ટિમોડલ ઇન્ટરચેંજ સુવિધાઓ, એનસીએમસી આધારિત ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમ, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જેવી હરિયાળી પહેલોની કલ્પના કરવામાં આવી છે.

કામગીરી માટે સહાયઃ આ યોજના હેઠળ રાજ્યો/શહેરો બસ સેવા ચલાવવા અને બસ ઓપરેટર્સને ચુકવણી કરવા માટે જવાબદાર રહેશે. કેન્દ્ર સરકાર સૂચિત યોજનામાં નિર્દિષ્ટ હદ સુધી સબસિડી આપીને આ બસ સંચાલનને ટેકો આપશે.

ઇ-મોબિલિટીને પ્રોત્સાહનઃ

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version