કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર 2021
ગુરુવાર
કોરોનાકાળમાં ગરીબોને મફતમાં રાશન આપવા માટે મોદી સરકારે ચાલુ કરેલ યોજનાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પ્રધાન્યુઝ નમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને ફરીથી લંબાવવામાં આવી છે.
એટલે કે હવે માર્ચ સુધી ફ્રી રાશન મળતું રહેશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ આ જાણકારી આપી છે.
આ યોજનાથી આશરે 80 કરોડ લોકોને ફાયદો મળતો રહેશે.
શરૂઆતમાં આ યોજના એપ્રિલ-જૂન 2020ના સમય માટે શરૂ કરવામાં આવી હતી. પણ બાદમાં તેને 30 નવેમ્બર 2021 સુધી લંબાવી દેવામાં આવી હતી.
