ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
2 જુલાઈ 2020
બ્રિટન હોંગકોંગના નાગરિકોને આખરે યુ.કે.ની નાગરીકતા આપવા જઈ રહ્યું છે. બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનનએ અગાઉ કહ્યું હતું કે "જો ચીન હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરશે તો 'બ્રિટન રાષ્ટ્રીય વિદેશી પાસપોર્ટ ધારકોને' યુકેના વીઝા આપશે. પ્રથમવાર બાર મહિનાના સાથે કામ કરવાનો અધિકાર પણ મળશે અને ત્યારબાદ વિઝા રિન્યૂ કરતાની સાથે જ નાગરિકતા આપવામાં આવશે." આમ ખાસ હોંગકોંગના નાગરિકો માટે થઈને બ્રિટિશ વડાપ્રધાન પ્રથમવાર પોતાના વિઝાના નિયમો-નીતિમાં આટલો મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે..
એની પાછળનું એક કારણ એ છે કે એક સમયે હોંગકોંગ બ્રિટિશરાજ હેઠળ હતું. જેને 1997 માં ચીનને સોંપવામાં આવ્યું હતું. ત્યારે અમૂક શરતો રાખવામાં આવી હતી જે હેઠળ, હોંગકોંગને 50 વર્ષ સુધી સ્વતંત્રતા આપવી પડશે.. પરંતુ તેને પાછલા થોડા દિવસો દરમિયાન ચીને હોંગકોંગનું સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો અમલી બનાવી હોંગકોંગને પૂરેપૂરું પોતાના તાબામાં લઇ લેવા માટે, દમન ગુજારી પોતાનો કાયદો અમલી બનાવી દીધો છે. અને આમ બ્રિટીશ-રાજ વેળાએ આપેલા વચનોનો ચીને ભંગ કર્યો છે. જેથી તેમની પાસે હોંગકોંગના નાગરિકોને બ્રિટનની નાગરિકતા આપવા સિવાય કોઈ વિકલ્પ નથી, એમ પણ વડાપ્રધાન નું કહેવું છે.
હોંગકોંગ ની વસ્તી અંદાજે 74 લાખ છે. જેમાંથી લગભગ 30 લાખ લોકો બી.એન.ઓ પાસપોર્ટ ધરાવે છે. આવા લોકોને નાગરિકતા અપાશે કારણ કે, બ્રિટિશ વડાપ્રધાન નું કહેવું છે કે ચીને હોંગકોંગ પર અત્યાચાર ગુજારી રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાદ્યો છે. જે માનવ અધિકારોનું હનન કરે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
