Site icon

વિમાન હોય કે હૉટેલ, થાક્યા નથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, 64 કલાકમાં કરી આટલી મિટિંગ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર 
હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત કરી છે. તેઓ પોતાની ત્રણ દિવસીય અમેરિકાની યાત્રા કરીને પરત આવ્યા છે. તેમની મુલાકાત 65 કલાકની હતી અને આ દરમિયાન તેમણે એક પછી એક 20 બેઠકોમાં હાજરી આપી હતી. એટલું જ નહીં, અમેરિકા જતા અને પાછા ફરતી વખતે પીએમ મોદીએ વિમાનમાં અધિકારીઓ સાથે પણ લાંબી બેઠકો પણ કરી હતી. 

સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે મોદી લગભગ 65 કલાક અમેરિકામાં રહ્યા અને આ સમય દરમિયાન તેમણે 20 બેઠકોમાં હાજરી આપી. અમેરિકા જતા અને ત્યાંથી પાછા ફરતી વખતે વડા પ્રધાને વિમાનમાં અધિકારીઓ સાથે 4 લાંબી બેઠકો કરી હતી.

Join Our WhatsApp Community

પતિએ પત્નીને whatsapp પર ચેટ કરતા રોકી, તો પત્નીએ પતિના ત્રણ દાંત તોડી નાખ્યા. જાણો ચોંકાવનારો કિસ્સો

 બુધવારે અમેરિકા જતાં મોદીએ પ્લેનમાં 2 બેઠક કરી હતી અને ત્યાં પહોંચ્યા પછી, હૉટેલમાં ત્રણ બેઠક કરી હતી. 23 સપ્ટેમ્બરે, વડા પ્રધાને અલગથી કંપનીઓના CEO સાથે 5 બેઠકો કરી હતી. પછી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે મુલાકાત કરી. મોદીએ તેમના જાપાની સમકક્ષ યોશીહિદે સુગા  અને ઑસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.

વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે મોદીએ 3 આંતરિક બેઠકોની પણ અધ્યક્ષતા કરી હતી. પછીના દિવસે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનની સાથે દ્વિપક્ષીય બેઠક કરી અને ત્યાર બાદ ક્વોડના શિખર સંમેલનમાં પણ હાજરી આપી હતી.

 વિશ્વાસે ચાલે છે વેપાર : અફઘાનિસ્તાનથી ફરી એકવાર સુકામેવો આવવાનો શરુ થયો

લાંબી હવાઈ મુસાફરીમાં થાક ટાળવાનો વડા પ્રધાનનો ઉપાય

લાંબી હવાઈ અને વિદેશયાત્રાઓ દરમિયાન પોતાની સક્રિયતા જાળવી રાખવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફૉર્મ્યુલા પણ રસપ્રદ છે. તેઓ પોતાના કાર્યક્રમો એક પછી એક રાખે છે. એ થાક વિશે વિચારવાની તક આપતું નથી. એક સરકારી સૂત્રે જણાવ્યું હતું કે જ્યારે તેઓ 1990માં અમેરિકા જતા હતા ત્યારે તેઓ માસિક પાસનો ઉપયોગ કરતા હતા. તે ઘણી વાર રાત્રે મુસાફરી કરે છે જેથી તે શક્ય તેટલાં સ્થળોની મુલાકાત લઈ શકે અને હૉટેલો પર ખર્ચ પણ ન કરવો પડે. જહાજ પર ચડતાંની સાથે જ મોદીએ તે દેશ પ્રમાણે પોતાની ઊંઘનું ચક્ર નક્કી કરી દે છે, જો તે રાત્રે વિમાનમાં હોય અને જ્યાં તે જવના હોય, ત્યાં દિવસ હોય, તો તે ત્યાં સૂતા નથી. જ્યારે તે ભારત પરત ફરે છે ત્યારે તે આવું જ કરે છે. મુસાફરી દરમિયાન પુષ્કળ પાણી પીએ છે.

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Exit mobile version