Site icon

PM Modi Bihar – West Bengal visit : PM મોદી આજે લેશે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત, અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને કરશે સમર્પિત

PM Modi Bihar - West Bengal visit :પ્રધાનમંત્રી રેલ, માર્ગ, ગ્રામીણ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રો સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે.

PM Modi Bihar - West Bengal visit PM Modi to visit Bihar, West Bengal today, unveil development projects worth over Rs 12,000 crore

PM Modi Bihar - West Bengal visit PM Modi to visit Bihar, West Bengal today, unveil development projects worth over Rs 12,000 crore

News Continuous Bureau | Mumbai

PM Modi Bihar – West Bengal visit :

Join Our WhatsApp Community

 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સવારે 11:30 વાગ્યે બિહારના મોતીહારી ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.

ત્યારબાદ તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને બપોરે 3 વાગ્યે દુર્ગાપુર ખાતે 5000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

PM Modi Bihar – West Bengal visit :પ્રધાનમંત્રી બિહારમાં

પ્રધાનમંત્રી રેલ, માર્ગ, ગ્રામીણ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રો સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે.

કનેક્ટિવિટી અને માળખાગત સુવિધાને વેગ આપવાની તેમની પ્રતિબદ્ધતા અનુસાર, પ્રધાનમંત્રી અનેક રેલ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. આમાં સમસ્તીપુર-બછવાડા રેલ લાઇન વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગનો સમાવેશ થાય છે જે આ વિભાગ પર કાર્યક્ષમ ટ્રેન સંચાલનને સક્ષમ બનાવશે. દરભંગા-થલવારા અને સમસ્તીપુર-રામભદ્રપુર રેલ લાઇનનું ડબલિંગ એ દરભંગા-સમસ્તીપુર ડબલિંગ પ્રોજેક્ટનો એક ભાગ છે, જેનો ખર્ચ 580 કરોડ રૂપિયાથી વધુ છે જે રેલ સંચાલનની ક્ષમતામાં વધારો કરશે અને વિલંબ ઘટાડશે.

પ્રધાનમંત્રી અનેક રેલ પ્રોજેક્ટ્સ ( Rail Projects ) નો શિલાન્યાસ પણ કરશે. રેલ પ્રોજેક્ટ્સમાં પાટલીપુત્ર ખાતે વંદે ભારત ટ્રેનો ( Vande Bharat Train ) ની જાળવણી માટે માળખાગત સુવિધાઓનો વિકાસ સામેલ છે. ભટની-છપરા ગ્રામીણ રેલ લાઇન (114 કિમી) પર ઓટોમેટિક સિગ્નલિંગ સુવ્યવસ્થિત રેલ કામગીરીને સક્ષમ બનાવશે. ભટની-છપરા ગ્રામીણ વિભાગમાં ટ્રેક્શન સિસ્ટમ અપગ્રેડેશન અને ટ્રેક્શન સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને અને ઉર્જા કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવીને ટ્રેનોની ગતિ વધારવામાં સક્ષમ બનાવશે. દરભંગા-નરકટિયાગંજ રેલ લાઇન ડબલિંગ પ્રોજેક્ટ, જેનો આશરે રૂ. 4,080 કરોડનો ખર્ચ થશે તે વિભાગીય ક્ષમતામાં વધારો કરશે. ઉપરાંત વધુ મુસાફરો અને માલવાહક ટ્રેનોનું સંચાલન સક્ષમ બનાવશે અને ઉત્તર બિહાર અને દેશના બાકીના ભાગો વચ્ચે જોડાણ મજબૂત બનાવશે.

પ્રદેશમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 319ના આરા બાયપાસના 4-લેનિંગ માટે શિલાન્યાસ કરશે, જે આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 319 અને પટના-બક્સર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 922ને જોડે છે, જે સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે અને મુસાફરીનો સમય ઘટાડે છે.

પ્રધાનમંત્રી 820 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે NH-319ના 4-લેન સેક્શનનું ઉદ્ઘાટન પણ કરશે. આ NH-319નો ભાગ છે જે આરા શહેરને NH-02 (ગોલ્ડન ક્વોડ્રિલેટરલ) સાથે જોડે છે. આનાથી માલ અને મુસાફરોની અવરજવરમાં સુધારો થશે. આ ઉપરાંત, NH-333C પર સરવનથી ચકાઈ સુધી 2-લેનનો પાકો રસ્તો પણ બનાવવામાં આવશે, જે માલ અને લોકોની અવરજવરને સરળ બનાવશે અને બિહાર અને ઝારખંડ વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપશે.

પ્રધાનમંત્રી દરભંગા ખાતે નવા સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઈન્ડિયા (STPI) અને પટણા ખાતે એક અત્યાધુનિક ઇન્ક્યુબેશન સુવિધાનું ઉદ્ઘાટન કરશે જે IT/ITES/ESDM ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપશે. આ સુવિધાઓ IT સોફ્ટવેર અને સેવાઓની નિકાસને વેગ આપવા માટે મદદ કરશે. તે ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પણ પોષણ આપશે અને નવીનતા, બૌદ્ધિક સંપદા અધિકારો (IPR) અને ઉત્પાદન વિકાસને પ્રોત્સાહન આપશે.

બિહારમાં મત્સ્યોદ્યોગ અને જળચર ઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવવા તરફના એક મોટા પગલાંમાં પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ મંજૂર કરાયેલા મત્સ્યોદ્યોગ વિકાસ પ્રોજેક્ટ્સની શ્રેણીનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે બિહારના વિવિધ જિલ્લાઓમાં નવી ફિશ હેચરી, બાયોફ્લોક યુનિટ, સુશોભન માછલી ઉછેર, સંકલિત જળચર ઉદ્યોગ એકમો અને ફિશ ફીડ મિલો સહિત આધુનિક મત્સ્યોદ્યોગ માળખાનો શુભારંભ થશે. જળચર ઉદ્યોગ પ્રોજેક્ટ્સ રોજગારીની તકો ઉત્પન્ન કરવામાં, માછલી ઉત્પાદન વધારવામાં, ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં અને બિહારના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવામાં મદદ કરશે.

ભવિષ્ય માટે તૈયાર રેલવે નેટવર્કના તેમના વિઝનને અનુરૂપ પ્રધાનમંત્રી રાજેન્દ્ર નગર ટર્મિનલ (પટના)થી નવી દિલ્હી, બાપુધામ મોતીહારી થી દિલ્હી (આનંદ વિહાર ટર્મિનલ), દરભંગા થી લખનઉ (ગોમતી નગર) અને માલદા ટાઉનથી લખનઉ (ગોમતી નગર) વાયા ભાગલપુર સુધી ચાર નવી અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે, જેનાથી આ ક્ષેત્રમાં કનેક્ટિવિટીમાં સુધારો થશે.

પ્રધાનમંત્રી દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ બિહારમાં લગભગ 61,500 સ્વ-સહાય જૂથોને 400 કરોડ રૂપિયા પણ આપશે. મહિલા-સંચાલિત વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, 10 કરોડથી વધુ મહિલાઓને સ્વ-સહાય જૂથો (SHG) સાથે જોડવામાં આવી છે.

પ્રધાનમંત્રી 12,000 લાભાર્થીઓના ગૃહ પ્રવેશ પ્રસંગે કેટલાક લાભાર્થીઓને ચાવીઓ પણ સોંપશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના 40,000 લાભાર્થીઓને 160 કરોડ રૂપિયાથી વધુની રકમ પણ આપશે.

PM Modi Bihar – West Bengal visit : પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં

પ્રધાનમંત્રી તેલ અને ગેસ, વીજળી, માર્ગ અને રેલ ક્ષેત્રોમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે.

પ્રદેશમાં તેલ અને ગેસ માળખાગત સુવિધાને વેગ આપવા માટે, પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના બાંકુરા અને પુરુલિયા જિલ્લામાં આશરે રૂ. 1,950 કરોડના ખર્ચે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ ઘરો, વાણિજ્યિક સંસ્થાઓ અને ઔદ્યોગિક ગ્રાહકોને PNG કનેક્શન પ્રદાન કરશે, રિટેલ આઉટલેટ્સ પર CNG ઉપલબ્ધ કરાવશે અને પ્રદેશમાં રોજગારીની તકો પણ ઉભી કરશે.

પ્રધાનમંત્રી મહત્વાકાંક્ષી જગદીશપુર-હલ્દિયા અને બોકારો-ધામરા પાઇપલાઇન્સના ભાગ રૂપે નાખેલી દુર્ગાપુર-હલ્દિયા નેચરલ ગેસ પાઇપલાઇનના દુર્ગાપુરથી કોલકાતા સેક્શન (132 કિમી) ને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેને પ્રધાનમંત્રી ઉર્જા ગંગા (PMUG) પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1,190 કરોડથી વધુના ખર્ચે બનેલો દુર્ગાપુરથી કોલકાતા સેક્શન પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન, હુગલી અને નાદિયા જિલ્લામાંથી પસાર થાય છે. આ પાઇપલાઇન તેના અમલીકરણ તબક્કા દરમિયાન પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડતી હતી અને હવે આ પ્રદેશના લાખો ઘરોને કુદરતી ગેસનો પુરવઠો પૂરો પાડશે.

સ્વચ્છ હવા અને સૌ માટે આરોગ્ય સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી 1,457 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે દુર્ગાપુર સ્ટીલ થર્મલ પાવર સ્ટેશન અને દામોદર વેલી કોર્પોરેશનના રઘુનાથપુર થર્મલ પાવર સ્ટેશનના રેટ્રોફિટિંગ પોલ્યુશન કંટ્રોલ સિસ્ટમ-ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન (FGD) રાષ્ટ્રને સમર્પિત કરશે. આનાથી સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં વધારો થશે અને પ્રદેશમાં રોજગારીની તકો ઉભી થશે.

પ્રદેશમાં રેલ માળખાને પ્રોત્સાહન આપતા, પ્રધાનમંત્રી પુરુલિયા ખાતે 390 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુરુલિયા-કોટશિલા રેલ લાઇન (36 કિમી)ના ડબલિંગનું પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આનાથી જમશેદપુર, બોકારો અને ધનબાદના ઉદ્યોગો વચ્ચે રાંચી અને કોલકાતા સાથે રેલ કનેક્ટિવિટીમાં સુધારો થશે અને માલગાડીઓની કાર્યક્ષમ અવરજવર, મુસાફરીનો સમય ઘટાડશે અને ઉદ્યોગો અને વ્યવસાયો માટે લોજિસ્ટિક્સમાં સુધારો થશે.

પ્રધાનમંત્રી પશ્ચિમ બર્ધમાનમાં ટોપસી અને પાંડબેશ્વર ખાતે સેતુ ભારતમ કાર્યક્રમ હેઠળ 380 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા બે રોડ ઓવર બ્રિજ (ROB)નું ઉદ્ઘાટન કરશે. આનાથી કનેક્ટિવિટીમાં સુધારો થશે અને રેલવે લેવલ ક્રોસિંગ પર અકસ્માતો અટકાવવામાં પણ મદદ મળશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version