ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
1 જુલાઈ 2020
હાલ ભારત-ચીનના સંબંધોને લઈ ખૂબ જ તનાવપૂર્ણ સ્થિતિ છ. ચીનની આ હરકતોનો જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્થિક નુકસાન પહોંચાડી આપી રહ્યા છે.
જે અંતર્ગત 59 ચીની એપને ભારતમાં પ્રતિબંધિત કર્યા બાદ હવે મોદીએ ચીનના સોશિયલ મીડિયા એપ વિબો ઉપરથી પોતાનું નામ હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે.
એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ VVIP એકાઉન્ટને સોશિયલ પ્લેટફોર્મ પરથી હટાવવા માટેની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને જટિલ હોય છે આથી તેમાં થોડી વાર લાગી રહી છે, આ બાજુ ચીન પણ વીબો પરથી મોદીનું નામ હટાવવામાં મોડું કરી રહ્યું છે, જોકે ચીને એ અંગે હજુ સુધી કોઈ કારણ જણાવ્યું નથી.
અત્યાર સુધી પીએમ મોદીએ કુલ 115 પોસ્ટ કરી હતી જેમાંથી 113 ડીલીટ કરવામાં આવી છે. તેમજ પ્રોફાઇલ ફોટા સાથેની બેઝિક જાણકારી પણ મોદી તરફથી હટાવી લેવામાં આવી છે. નોંધનીય છે કે નરેન્દ્ર મોદીનું આ અકાઉન્ટ વર્ષ 2015 માં પ્રધાનમંત્રી બન્યા સમયે ખોલવામાં આવ્યું હતું, જે સમયે ચીનના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવવાના હતા. તે વેળા આ એકાઉન્ટ પર મોદીએ ખાસ કરીને ભારત-ચીનના સંબંધો, રાષ્ટ્રપતિ સાથેની પોતાની મુલાકાત બાદના સંબંધો અને સંદેશાઓ શેર કર્યા હતા…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com