Site icon

દેશને સંબોધન કરતા વડા પ્રધાન મોદી થઈ ગયા ભાવુક-કહ્યું-નારીનું અપમાન

News Continuous Bureau | Mumbai

દેશ આઝાદીનો(Independence) અમૃત  મહોત્સવ(Amrit Festival) ઊજવી રહ્યો છે.  આજે 76માં સ્વતંત્રતા દિવસના(Independence Day) અવસરે વડા પ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદીએ(Narendra Modi) સતત નવમી વખત લાલ કિલ્લા(Red Fort) પર ધ્વજ ફરકાવ્યો(Hoisting of the flag) હતો અને  દેશને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં  મોદી અચાનક ભાવુક થઈ ગયા હતા અને કહ્યું કે આપણે લોકો  રોજબરોજની જિંદગીમાં મહિલાઓનું અપમાન(Insulting women) કરીએ છીએ જે કોઈ કાળે સ્વીકાર્ય નથી.

Join Our WhatsApp Community

સવારના લાલ કિલ્લા પરથી સંબોધન કરતા સમયે મોદીએ કહ્યું કે હું લાલ કિલ્લા પરથી મારી એક પીડા જણાવવા માંગુ છું. હું તેને કહ્યા વગર રહી શકતો નથી. કદાચ આ લાલ કિલ્લાનો વિષય ન હોઈ શકે. પરંતુ મારી અંદરનું દર્દ હું કોને કહું? દેશવાસીઓ સામે રજૂ નહીં કરું તો કોને કહીશ?

આ સમાચાર પણ વાંચો :  લાલ કિલ્લાની પ્રાચીર પરથી PM મોદીએ રજૂ કરી આગામી 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ- સાથે દેશને લેવડાવ્યા 5 સંકલ્પ

પોતાના સંબોધન દરમિયાન અચાનક ભાવુક થઈ ગયેલા મોદીએ કહ્યું હતું કે કોઈ ને કોઈ કારણસર આપણી અંદર એક વિકૃતિ આવી છે, આપણા બોલચાલમાં, આપણા વ્યવહારમાં, આપણે કેટલાક શબ્દોમાં, આપણે નારીનું અપમાન કરીએ છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજબરોજની જિંદગીમાં નારીનું અપમાન કરનારી દરેક વાતથી મુક્તિ મેળવવાનો સંકલ્પ લઈ શકીએ? નારીનું ગૌરવ રાષ્ટ્રના સપના પૂરા કરવામાં ખૂબ મોટી પૂંજી બનવાનું છે, આ સામર્થ્ય હું જોઈ રહ્યો છું.
 

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version