Site icon

PM Modi in Ghana: PM મોદીને ઘાનાનું રાષ્ટ્રીય સન્માન મળ્યું

PM Modi in Ghana: ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામા દ્વારા ઘાનાનું રાષ્ટ્રીય સન્માન - ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના - એનાયત કરવામાં આવ્યું, જે તેમના અસાધારણ શાસન અને અસરકારક વૈશ્વિક નેતૃત્વમાં યોગદાન બદલ હતું.

PM Modi in Ghana Modi conferred with highest state honour 'The Officer of the Order of the Star of Ghana'

News Continuous Bureau | Mumbai

PM Modi in Ghana: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામા દ્વારા ઘાનાનું રાષ્ટ્રીય સન્માન – ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના – એનાયત કરવામાં આવ્યું, જે તેમના અસાધારણ શાસન અને અસરકારક વૈશ્વિક નેતૃત્વમાં યોગદાન બદલ હતું. 1.4 અબજ ભારતીયો વતી એવોર્ડ સ્વીકારતા, પ્રધાનમંત્રીએ આ એવોર્ડ ભારતના યુવાનોની આકાંક્ષાઓ, સાંસ્કૃતિક પરંપરાઓ અને વિવિધતા અને ઘાના અને ભારત વચ્ચેના ઐતિહાસિક સંબંધોને સમર્પિત કર્યો.

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : Gandhinagar :4 જુલાઇના રોજ ગાંધીનગરમાં અભિવાદન સમારોહ: મુખ્યમંત્રીશ્રીના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી થશે

પ્રધાનમંત્રીએ આ વિશેષ સન્માન માટે ઘાનાના લોકો અને સરકારનો આભાર માન્યો. તેમણે કહ્યું કે બંને દેશોના સહિયારા લોકશાહી મૂલ્યો અને પરંપરાઓ ભાગીદારીને આગળ ધપાવતા રહેશે. તેમણે કહ્યું કે આ એવોર્ડ બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ ગાઢ બનાવે છે અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે તેમના પર નવી જવાબદારી મૂકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ઘાનાની તેમની ઐતિહાસિક રાજ્ય મુલાકાત ભારત-ઘાના સંબંધોને નવી ગતિ આપશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ના મતદાનથી દૂર રહેલા ત્રણ પક્ષો કોનું ગણિત બનાવશે, કોનું બગાડશે?
Chardham Yatra: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા મોંઘી, ભાડામાં થયો અધધ આટલા ટકા નો વધારો; જાણો કેટલી ચૂકવવી પડશે કિંમત
Vande Bharat Sleeper: ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ સેવા માટે ઉપલબ્ધ, જાણો ક્યારે અને કયા શહેર માટે કરવામાં આવશે શરૂ
Congress MP: બૂટ ભીના ન થાય તે માટે પૂર પીડિતના ખભા પર ચડી ગયા કોંગ્રેસના સાંસદ; સોશિયલ મીડિયા પર થયા જોરદાર ટ્રોલ, જુઓ વિડીયો
Exit mobile version