ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
20 જુન 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન' લોન્ચ કર્યું છે.
આની જરૂર કેમ પડી?? આની વાત કરીએ તો માર્ચ મહિનામાં ફાટી નીકળેલા કોરોના વાયરસ ને રોકવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે દેશમાં રોજનું કમાઈને રોજ ખાતા લાખો શ્રમિકો, કામદારો, મજૂરોની રોજીરોટી છીનવાઇ ગઇ હતી અને મોટા શહેરોમાંથી ગ્રામીણ વિસ્તારોમાં મોટાપાયે પલાયન શરૂ થયું હતું. આ લોકો આજે પણ બેરોજગાર ભટકી રહ્યા છે. આવા લોકોને કામ આપવા માટે સરકાર દ્વારા ખાસ એક મેગા રોજગાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આજે વડાપ્રધાને બિહારના ખડીયાથી આ યોજનાની શરૂઆત કરી. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત ચાલનાર આ અભિયાન 125 દિવસનું રહેશે. જે દેશના 116 જિલ્લામાં ચલાવવામાં આવશે. જેનો લાભ લાખો પ્રવાસી મજૂર, શ્રમિકોને મળશે. આ અભિયાનમાં રોજગારી સાથે જોડાયેલા 25 પ્રકારના કામો કરવામાં આવશે. જે માટે કેન્દ્ર સરકારે ફુલ 50 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ યોજનાનો ઉદેશ કોરોનાના સંકટ કાળમાં ગ્રામીણ ભારતમાં લોકોને રોજગારી પૂરી પાડવાનો છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com