Site icon

અમેરિકાનો પ્રવાસ ખતમ કરીને ઇજિપ્ત જવા રવાના થયા PM મોદી, આ છે તેમનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો અમેરિકા પ્રવાસ પૂરો કરીને ઈજિપ્તની રાજધાની કૈરો જવા રવાના થઈ ગયા છે. પીએમ મોદીની આ પ્રથમ ઈજિપ્તની મુલાકાત છે. આ દરમિયાન તેઓ હેલિયોપોલિસ વોર મેમોરિયલની મુલાકાત લેશે અને શહીદ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે

PM Modi left for Egypt after ending his tour of America, this is his complete program

PM Modi left for Egypt after ending his tour of America, this is his complete program

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો અમેરિકા પ્રવાસ પૂરો કરીને ઈજિપ્તની રાજધાની કૈરો જવા રવાના થઈ ગયા છે. પીએમ મોદીની આ પ્રથમ ઈજિપ્તની મુલાકાત છે. આ દરમિયાન તેઓ હેલિયોપોલિસ વોર મેમોરિયલની મુલાકાત લેશે અને શહીદ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. તે લગભગ 4000 ભારતીય સૈનિકોનું સ્મારક છે જેઓ પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં મૃત્યુ પામ્યા હતા. પીએમ મોદી ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીના આમંત્રણ પર કૈરો જઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

‘ઇન્ડિયા યુનિટ’ સાથે વાતચીત કરશે

પીએમ મોદી અલ હકીમ મસ્જિદની પણ મુલાકાત લેશે, જેનું વોહરા સમુદાયની મદદથી રિનોવેશન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે ઇજિપ્તની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદી ‘ઇન્ડિયા યુનિટ’ સાથે પણ વાતચીત કરશે, જે માર્ચમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ તેમના ભારત પ્રવાસથી પરત ફર્યા બાદ રચવામાં આવી હતી. આ યુનિટમાં ઘણા ઉચ્ચ કક્ષાના મંત્રીઓ સામેલ છે.

આ સમાચાર પણ વાંચો:  Central Railway: રેલવે સ્ટેશનની જાહેરાતો દ્વારા કરોડોની કમાણી કરે છે

વેપાર અને આર્થિક સહયોગ પર ચર્ચા

વડાપ્રધાન મોદી ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ સીસી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને વેપાર અને આર્થિક સહયોગના નવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થશે. આ દરમિયાન કેટલાક એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે.

વ્યૂહાત્મક સંબંધોમાં મજબૂતી

તમને જણાવી દઈએ કે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ સાથે જ તેમણે વડાપ્રધાન મોદીને ઈજિપ્તની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. ભારત અને ઇજિપ્ત વચ્ચેના સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધો વર્ષોથી ગાઢ બન્યા છે. બંને દેશોની સેનાઓએ આ વર્ષે જાન્યુઆરીમાં પ્રથમ સંયુક્ત કવાયત હાથ ધરી હતી.

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version